________________
સંવત્ ૧૯૮૮માં પણ જોધપુરી પંચાંગમાં ભાદરવા શુદિ ૫ નો ક્ષય હતો અને આખા તપાગચ્છે ભાદરવા સુદિ ૪ના દિવસે સંવચ્છરોપર્વની આરાધના કરી હતી, પણ શ્રી સાગરજીના સમુદાયે આ વખતે પણ ઔદયિક ત્રીજને ચેથ કપીને તે હિસાબે પર્યુષણ પર્વની આરાધના કરવાનો કાર્યક્રમ બહાર પાડ્યો હતો, જેની સામે શ્રી વિજયનીતિસૂરિજી મહારાજે એક પુસ્તિકા બહાર પાડી તેનો વિરોધ કર્યો હતો અને બીજા પણ કેટલાક લેખે તેમના ખંડનમાં નિકળ્યા હતા, પરિણામે તમામ સમુદાયોએ ચોથ અને શુક્રવારે સંવત્સરી કરી હતી, પણ શ્રી સાગરાનન્દસૂરિજીએ આ વખતે પણ પિતાનો આગ્રહ ન છોડતાં ત્રીજા અને ગુરૂવારે સંવ૨છરી કરી હતી.
ઉપર પ્રમાણે છેલ્લા ૪૦ વર્ષમાં જોધપુરી પંચાંગમાં ત્રણ વાર ભાદરવા શુદિ પંચમીને ક્ષય આવ્યો અને ત્રણ વાર આખા તપાગછે તે કબૂલ રાખ્યો હતો, માત્ર કેટલાક ગામમાં બીજા ટીપણાનો આધાર લઈને ભાદરવા સુદિ નો ક્ષય માનીને મને સમજાવ્યું હતું, છતાં આ પ્રસંગે પણ શ્રી સાગરાનન્દસૂરિજી સર્વથી જુદા પડયા હતા, સંવત્સરી સંબંધી ઝઘડાનો સૂત્રપાત કયારે અને કોના તરફથી થયે તે ઉપરના વિવરણથી વાચકગણું સારી રીતે સમજી શકશે. (૯) પંચમીને ક્ષય મા તે વૃદ્ધિ કેમ નહિ માનવી?
ઉપર જોયું કે છેલ્લાં ૪૦ વર્ષમાં ત્રણ વાર ભાદરવા શુદિ ૫ ને ક્ષય આવ્યો હતો અને ત્રણેવાર તે માન્ય કરીને ઔદયિક ચતુર્થીના દિવસે સંવત્સરીની આરાધના કરવામાં આવી હતી, પણ છેલ્લા ૧૦૦ વર્ષમાં એક વખત તપાગચ્છ માન્ય જોધપુરી પંચાંગમાં ભાદરવા શુદિ પંચમી બે આવી નથી, તેથી એ બાબતમાં કંઈ પણ તાજું સ્મરણ ન હોવાથી આ વખતે પંચમીને ક્ષય માનનારાઓ પણ તેની વૃદ્ધિ ન માનવાની ભૂલથાપ ખાઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org