________________
તા. ૨૩-૬-૩૭ મીએ શ્રી સાગરાનન્દસૂરિજી ઉપર લખેલા અહારા પત્રને ૮ મે ફકરે–
“ ૮ શાસ્ત્રાર્થને માર્ગ હજી ખુલ્લે છે–
આપે (૧) શાસ્ત્રાર્થ કરવા અત્રે ન આવીને (૨) બુધવાર પક્ષ તરફથી કમીટીના ચાર ગૃહસ્થો સર કીકાભાઈ પ્રેમચંદ નાઈટ, શેઠ જમનાદાસ મોરારજી જે. પી. શેઠ જીવતલાલ પ્રતાપસીંહ અને શેઠ બકુભાઈ મણિલાલના નામો જાહેર થયા છતાં તમારી તરફના ન આપીને (૩) રવિવાર પક્ષના અત્રે રહેલા શ્રી દર્શનસૂરિજી કે શ્રી પદમસૂરિજીને પ્રતિનિધિત્વ આપવાની ના પાડીને, શાસ્ત્રાર્થની તહારી અશક્તિ પૂરવાર કરી છે. છતાયે સ્થાન અને કમીટીની ઢાલ આડી ધરીને વારંવાર શાસ્ત્રાર્થની વાત કરો છો ત્યારે મહારે કહેવું પડે છે કે શાસ્ત્રાર્થનો માર્ગ હજી ખુલ્લો છે. આપે સમય વાતોમાં કાઢે છે, એટલે આપનું હવે અમદાવાદ આવવું તો અસંભવિત છે, છતાં લેખિત શાસ્ત્રાર્થ કરવો જ હોય તે હજી સમય છે. કમીટીના બખેડામાં સમય ન કાઢતાં કેઈક વ્યાવહારિક ભાગ ગ્રહણ કરે. જે તમને પસંદ પડે તે હું તેવા કેટલાક માર્ગે સૂચવું. ૧. આપની પાસે આપના મતનું સમર્થન કરનારા જે જે પુરાવા,
પ્રમાણ, લેખો, યુક્તિ હોય તે બધાં લેખબદ્ધ કરીને આપના કોઈ એક ગૃહસ્થ પ્રતિનિધિને આપે અને એ જ પ્રમાણે હું મહારા તરફનું વક્તવ્ય મહારા પ્રતિનિધિને લખી આપું. તે પછી આપણું તે બન્ને પ્રતિનિધિઓ જોધપુર, જયપુર, કાશી અથવા તેમની મરજી હોય ત્યાં જઈ પંડિતોની સભા કરીને અથવા તે પંચ અને સરપંચ નીમીને બન્નેનાં વક્તવ્યો તેમને સોંપીને ન્યાયપુરસ્સર ફેંસલો આપવાની પ્રાર્થના કરે અને આપણું પ્રતિનિધિઓ જે ફેંસલો કરાવી લાવે તે આપણે બન્નેએ માન્ય કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org