________________
ચર્ચા નથી પણ એક માસ અને વીસ રાત્રિય વીત્યે કરવાનું વિધાન છે, માટે દોઢ માસ અને પાંચ દિવસ વીત્યે પર્યુષણરાધન અવશ્ય થઈ જવું જોઈએ, જે ગુરૂવારે સંવછરી કરવામાં આવે તે ત્રણ પક્ષ અને છ દિવસ વીત્યે સંવછરીની આરાધના થાય અને જાણી જોઈને એક રાત્રિ અધિક ઉલ્લંઘન કર્યાની દોષાપત્તિ આવે.
યુગપ્રધાન શ્રી કાલભાચાર્યું જે એથે સંવત્સરી કરી હતી તે લગભગ ૧૨૦૦ વર્ષ જેટલા લાંબા કાલ સુધી નિર્વિવાદ પણે કરાતી રહી, પણ વિક્રમના બારમા સૈકાના અન્તભાગમાં નિકલેલ પૂર્ણિમા પક્ષના સમર્થક આંચલિકાદિ ગચ્છના અનુયાયિયોએ ચેકની સંવ૨છરી સામે પહેલ વહેલે વાંધો ઉઠાવ્યો અને કહ્યું- કાલકાચાર્યો ભલે કારણભેગે ચોથ કરી હેય પણ હવે ચોથ કરવાનું છે કારણ રહ્યું નથી માટે હવે ચોથને શા સારૂ પકડી રાખવી જોઈએ? શાસ્ત્રમાં
જ્યારે પંચમમાં સંવછરી કરવાનું વિધાન છે તો હવે તે મૂલ આગમ માર્ગને શા માટે ન સ્વીકાર જઇયે ?” પંચમી પક્ષના અનુયાયી ગચ્છના આ તકનો તકાલીન સ્થવિર બહુશ્રુતોએ આપેલ ઉત્તર આજની પરિસ્થિતિમાં ખરેખર વિચારણીય છે, પંચમીના હિમાયતીઓને ઉત્તર આપતાં બહુશ્રુતોએ કહ્યું કે-“ઘણા લાંબા સમયથી ભાદરવા શુદિ ચતુર્થી પર્યુષણની તિથિ નિયત થઈ ચૂકી છે અને પૂર્વે જેમ ભા. યુ. પંચમી પર્યુષણની અન્તિમ તિથિ ગણાતી હતી તેમ વર્તમાન સમયમાં જૈન શ્રમણસંઘ ભા. શુ. ચતુર્થીને જ પર્યુષણની અંતિમ તિથિ માને છે, આવી સ્થિતિમાં જેમ કાલકાચાર્યને માટે પંચમીની રાત્રિ અનુબંધનીય હતી તેમ વર્તમાનકાલીન સંધને માટે ભાદ્રપદ ચતુર્થીની રાત્રિ અનુલ્લંઘનીય છે –જો કે સુધારાની ધૂનવાલા તે નૂતનગછ સ્થાપકને તો સ્થવિરેને એ યૌતિક ઉત્તર પણ ગલે ન ઉતર્યો છતાં જૈનસંધને ઘણે ભાગ તે યુક્તિની વાસ્તવિક્તા સમજીને પ્રચલિત માર્ગમાં સ્થિર રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org