________________
૮૧ પ્ર. આ છાપેલ પાનાવાલી ચર્ચા પ્રામાણિક ગણાય ખરી ?
ઉ. જ્યારે એના કર્તાનું જ ઠેકાણું નથી તે પ્રામાણિક કેવી રીતે માની શકાય ?, “શુપવિશ્વાસે વનવિશ્વાસઃ '' એ નિયમ પ્રમાણે પ્રથમ એના કર્તા પ્રામાણિક પુરૂષ તરીકે સિદ્ધ થાય તો જ એ ચર્ચા લેખવાળી હકીકત ઉપર વિશ્વાસ મૂકી શકાય, અન્યથા આવી નામ ઠામ વગરની ચર્ચાની કંઈ જ કિસ્મત ન ગણાય. પ્રઃ આવાં જ તિથિચર્ચાને અંગે બીજી રીતે લખાયેલ પાનાં કયાઈ મલે છે? ઉ૦ હા, અહારી પાસે એક ત્રણ પાનાની લખેલી પ્રત છે, તેમાં આજકાલની પૂનમને ક્ષયમાં તેરસને ક્ષય કરવાની રૂઢિનું ખંડન કર્યું છે, એટલું જ નહિ પણ ભાદરવા શુદિ ૫ ના જ્યમાં તેને તપ ૪ ચોથે અને એથના ક્ષયમાં ત્રોજે કરવાનું વિધાન કર્યું છે. પ્ર. શ્રી નીતિસૂરિજી કહે છે કે અહારી પાસે શ્રી દેવવાચકજીની અને શ્રી યશોવિજયજીની બનાવેલી એવી ગાથાઓ છે કે જેના આધારે પર્વ તિથિની હાનિવૃદ્ધિમાં અપર્વની હાનિવૃદ્ધિ કરવાનું સિદ્ધ થાય છે, તેઓ એવી ગાથાઓનાં પાનાં છપાવવાના છે એમ પણ સંભલાય છે, તે શ્રી દેવવાચકજી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની એવા ભાવની ગાથાઓ હેય તો પ્રમાણ માનવી કે નહિ? ઉ. “દેવવાચક' એ શ્રી નન્દી સૂત્રના કર્તાનું નામ છે, જે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણજીનું જ નામાન્તર ગણાય છે, આવા યુગપ્રધાનનું કથન પ્રમાણ માનવામાં કેઈપણ જેન નામધારીને વાંધો હોઈ શકે નહિ, પણ વાત એટલી જ છે કે જેમની
૮ ૩
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org