________________
ઓંકારસૂરિજી આદિનું વલણ, નિર્ણય જાહેર કરી જ દેવાનું હતું. એમની ગણતરી પ્રમાણે સામો પક્ષ પાછળથી પણ આ નિર્ણયમાં જોડાશે જ. પણ તે ગણતરી સંપૂર્ણ ખોટી પડી છે. તે આપણે સહુ જાણીએ જ છીએ.
વળી વિ.સં. ૨૦૪૪ની સાલમાં જ પ્રવર સમિતિમાં નક્કી થયેલ પાંવ સભ્યોમાંથી સીધા ૧૮ (બઘા જ) ને પ્ર.સ.માં સ્થાન આપવું પડ્યું તેની પાછળના આશયથી પણ આપ અજાણ નહિ જ હોય ? તે વખતે પરિસ્થિતિ એટલી બઘી વણસી ચૂકી હતી કે- તે-તે (માંગણી કરનાર) સમુદાયને આ સમિતિમાં પ્રવેશ ન મળે તો સંમેલનથી છુટા થવાની તૈયારીવાળા હતાં.
મારી સ્પષ્ટ અસંમતિ છતાં અનેકના અતિશય દબાણને કારણે મન ન હોવા છતાં આ વાત સ્વીકારવી પડી. પ્રવરસમિતિના વિસ્તૃતીકરણથી સંમેલનની રહી સહી નક્કરતાં પણ ખોખરી થઈ ગઈ એવું મને લાગે છે.
સંમેલનની એક વાક્યતા ટકવાને બદલે શાસનમાં હાલ ૪-૫ વિભાગ થઈ ચુક્યા છે. ટુકડા વધે તેવી એકતા, એક્તા કહેવાશે ? વિચારશો.
આમાં કોઈ ગેરસમજ હોય તો જણાવશો. પ્રત્યુત્તર પાઠવશો. કામકાજ જણાવશો. સહવર્તિ મુનિગણને અનુવંદનાદિ વિદિત હોજો.
લિ. રામસૂરિ
કામકાજ 6૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org