________________
૨ તિથિ પક્ષની માન્યતા (પંચાંગમાં બે પર્વતિથિ (અને ક્ષય) પણ હોય તે યથાવત્ માન્ય કરે છે માટે તે ર તિથિપક્ષ તરીકે પ્રચલિત બન્યો છે)
પંચાંગમાં પર્વ કે અપર્વ કોઈ પણ તિથિની ક્ષય કે વૃદ્ધિ આવે તે માન્ય કરવી જોઇએ. પૃ. ૫- ૬ ઉપર જણાવ્યા મુજબના વગે.ના સામાન્ય શાસ્ત્રવચન મુજબ સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિની આરાધના કરવી જોઈએ અને ક્ષયવૃદ્ધિ આવે ત્યારે પૂર્વી.ના વિશેષ શાસ્ત્રવચન મુજબ આરાધના કરવી જોઈએ.
શ્રી તત્ત્વતરંગિણી ગ્રંથમાં પણ ઉપરોકત ક્ષયપૂ. ના શ્લોકને અનુરૂપ જ શાસ્ત્રવચન મળે છે.
तिथिपाते-तिथिक्षये पूर्वैव तिथियाह्या, अधिकायाचवृद्धौ चोत्तरैव ग्राह्या
અર્થ :- તિથિનાપાતમાં-ક્ષયમાં પૂર્વનીજ તિથિગ્રહણકરવી અને તિથિઅધિક-વૃદ્ધિમાં ઉત્તરની-પછીની જ ગ્રહણ કરવી.
તે બે શ્લોકોનો બતાવેલો અર્થ અત્યંત સરળ છે તે મુજબની વ્યવસ્થા એકદમ સુસંગત અને કોઈ પણ શાસ્ત્રવચન સાથે વિરોધ ન આવે તેવી છે. શાસ્ત્રોમાં પર્વ કે અપર્વ તિથિઓની અલગ અલગ વ્યવસ્થાઓ બતાવી નથી. અને વ્યક્તિગત રીતે જોવા જાવ તો પૂર્વે જણાવ્યું તેમ વર્ષની બધી તિથિઓ એક યા બીજી રીતે આરાધ્ય બને છે, એટલે આરાધ્ય બનતી વર્ષની કોઈપણ તિથિ માટે તે તિથિનો દિવસ નક્કી કરવો અતિ આવશ્યક બને છે. એટલે આ મુજબની વ્યવસ્થા જ સુસંગત છે.
જ ક ક રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org