________________
अत्र प्रसिद्धया श्रीउमास्वातिवाचकनिर्दिष्टो व्याकरणोक्तापवाद सूत्रवदौदयिकतिथ्यपवादरूपैतत्
क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्री वीरमोक्ष निर्वाणं, कार्यं लोकानुगैरिह ॥
અર્થ :- ક્ષય હોય ત્યારે પૂર્વની તિથિ ગ્રહણ કરવી અને વૃદ્ધિ હોય ત્યારે ઉત્તરતિથિ (પછીની) ગ્રહણ કરવી. શ્રી વીરપ્રભુનું નિર્વાણ કલ્યાણક લોકના અનુસાર કરવું. - આ શ્રી ઉમાસ્વાતિજી મહારાજના શ્લોક મુજબ તિથિનો ક્ષય હોય ત્યારે તે તિથિની આરાધના પૂર્વની તિથિમાં ( પૂર્વ) કરવી અને તિથિની વૃદ્ધિ આવે ત્યારે પહેલી છોડીને બીજી તિથિએ (વૃતી તથોરા) તે તિથિની આરાધના કરવી.
આ રીતે કોઈ પણ તિથિની આરાધના ક્યા દિવસે કરવી તેનું માર્ગદર્શન શાસ્ત્રદ્વારા આપવામાં આવ્યું છે. અન્યગ્રંથોના આ વિષયના સંબંધિત શાસ્ત્રપાઠો આ મુજબના જ અર્થ સાથે સંગત થાય છે. તે કારણથી આ મુજબ વર્તવાથી આજ્ઞાનું પાલન થાય છે અને શાસ્ત્રનો આદર થાય છે. મતભેદો ક્યા વિષયમાં ? પ્રશ્ન :- જે આ રીતે સ્પષ્ટ શાસ્ત્રવચન મળતું હોય તો પછી તિથિ પ્રશ્ન મતભેદો કયા કારણે પ્રવર્તે છે ?
તિથિની ક્ષયવૃદ્ધિના વિષયમાં – પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થાય કે નહિ ? તેમજ ક્ષણે પૂર્વાના શ્લોકનું ક્યું અર્થઘટન સાચુ? આ વિષયમાં મતભેદ પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org