________________
પૂર્વ રંગ આપણામાં કેટલા મુનિવરો એવા છે જે ધુરંધર વિદ્વાન હેય ? કેટલા મુનિવરે એવા છે જે બીજા ધર્મના મુકાબેલામાં ઊભા રહી શકે ? કેટલા મુનિવરો એવા છે જે જગતના કેઈપણ ભાગમાં ધર્મપ્રચાર કરવાની તૈયારી કરતા હોય ? છાતીએ હાથ મૂકીને જવાબ આપે ! શું નાના નાના ટબુડિયાઓને મુડી મુડીને સંખ્યા વધરાવી એ પ્રગતિ છે?
જૈન સમાજમાં ઘેર ઘેર કલેશ છે. સ્ત્રી રામવિજ્યજીને માને છે, તે પુરુષ વલ્લભવિજયજી પાસે જાય છે, અને ઘેર બને જણ પિતાના ગુરુ માટે લડે છે. આવાં નાટકે અત્યારે ઘેર ઘેર ભજવાય છે.
સાધુઓ તમને દરે, પિતાની જાળમાં તમને ફસાવે, તમને કુવામાં ઉતારે, અને તમને નચાવે છતાં તમેય વાણીયા તો ખરા જ ને ! તમે પણ સાધુઓના ગળામાં જાળ નાંખી છે. નહીં તે ભ્રષ્ટ ગુલામોની માફક તમારા દેરાયા દેરાય કેમ ? નિર્ભય સાધુને વેષ ધારણ કરવા છતાં બીજાઓના ગુલામ બને જ કેમ?
આજે ઘણું સાધુઓની શું હાલત છે ? સાધુઓના જ્ઞાનની દશા, ચારિત્રની દશા, અરે ! આખીએ મનોદશા આજે કેવી કંગાલ છે ? અને = મ ર ર રોમય ની વાત કરનાર વાત વાતમાં ડરી જાય છે. સિદ્ધાંત શું અને તેને કેમ વળગી રહેવું, તેનો પણ ખ્યાલ નથી. એ મુનિરાજે ! એ કંગાળ મનોદશાને દૂર કરવાનો સમય શું હવે નથી આવી પહોંચે તે હવે આળસ શાને ? આવ, આવે, પધારે! સહુ સાથે મળીને એ બાબતની વિચારણા કરીએ અને એ માટે દઢ નિશ્ચય કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org