SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ દહેગામ-મંત્રણા « અમદાવાદ ખાતે ભરાનાર સાધુ સ ંમેલનના શ્રાવકાને લાગે વગે તેવા કાઇપણ ઠરાવ પસાર થશે, તે અખિલ હિન્દના ચતુર્વિધ સંઘના પ્રતિનિધિઓ પાસે સમાન્ય ગણાશે.’ જાહેર સભા પસાર કરાવ્યા પછી જ સાધુઓની મંત્રણાને અન્તે સાડા ચાર વાગે દહેગામના મોટા ઉપાશ્રયમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના પ્રમુખપદે એક જાહેર સભા ભરવામાં આવી હતી; જેમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ નીચેનું વ્યાખ્યાન આપ્યું હતુંઃ— મુનિશ્રી વિદ્યાવિજયજીનું સ્વાગત-વ્યાખ્યાન “ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા અન્ય મુનિવરેશ ! આપે અમારા આમંત્રણને માન આપી દહેગામને પવિત્ર કર્યું છે, તે માટે આપ બધાના અહેશાન માનું કહ્યું. સાધારણ સ્થિતિના ગરીખ ગામડાને આવેા પ્રસ`ગ સાંપડે તે ખરેખર તેના ભાગ્યની સીમા કહી શકાય. આ પ્રસંગ શા માટે ઉપસ્થિત થયેા છે, તે આપ બધાના જાણુવામાં છે. ચતુર્વિધ સંધ છિન્નભિન્ન થઇ રહ્યો છે. તેનું ગૌરવ ભૂતકાળમાં દેખાતુ હતુ' તે આજે ક્યાં છે ? એની આ દશા જોઇ રહેવી તે શુ આપણને લાજિમ છે ? આમ છતાં કેટલાકને એ બાબતમાં મતભેદ છે. થોડાં વખત પહેલાં અમદાવાદના નગરશેઠના મેળાપ થયે! અને આ સબંધી વાત નીકળી; ત્યારે તેમણે કહ્યું કે ‘ આજની સ્થિતિ ૪૦-૫૦ વર્ષ કરતાં ઘણી જ સારી છે. પહેલાં ૪૦-૫૦ સાધુ હતા તે આજે ૬૦૦ સાધુએ તે ૧૨૦૦ થી ૧૫૦૦ સાધ્વીઓ છે.' પણ શું સાધુઓની સંખ્યાની વૃદ્ધિ એ જ ખરેખરી પ્રગતિ છે ? આજે વિચારવાનું એ છે કે * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy