________________
પ્રકરણ ૫ મું
આમંત્રણ ને તૈયારીઓ અનેક જાતના વિચિત્ર સગો વચ્ચે પણ સાધુસંમેલનનું નાવ આગળ ચાલ્યું. તા. ૧૭–૧-૩૪ના રોજ અમદાવાદ ખાતે શ્રી નગરશેઠે બધા ઉપાશ્રયના વ્યવસ્થાપકોની એક મીટીંગ કરી, ને તેમાં દરેક ઉપાશ્રયવાળ મુનિ મહારાજે કયાં વિચરે છે તેની યાદિ બનાવી, ટૂંક સમયમાં મોકલી આપવાની સૂચના કરવામાં આવી.
તેજ દિવસે સાંજના નગરશેઠના વંડામાં સકળ સંધની સભા થઈ; જેમાં લગભગ દોઢસો જેટલા માણસેએ હાજરી આપી! તેમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ, જ્ઞાતિના આગેવાને તથા બીજા પણ કેટલાક જાણીતા જેનો હતા. શ્રીમાન નગરશેઠે તે બધાની સમક્ષ ટૂંકું વિવેચન કર્યું અને સાધુસંમેલન ભરવાનું કેવી રીતે નક્કી કર્યું; તે જણાવી દરેકના સહકારની ઈચ્છા વ્યક્ત કરી. તેમજ આ કાર્ય બધાને એકઠા કરવા માટે છે, માટે કોઈએ કાંઈપણ કહેવું હોય તે પેપરમાં ચર્ચા કર્યા વિના, પિતાને મળશે ને વાત કરશે, તો પોતે બનતું કરશે એવી ખાતરી આપી.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org