________________
મ
પૂર્વ રંગ શ્રીમાન બુદ્ધિસાગરસૂરિજીને સાધુઓ, શ્રી ગુલાબવિજયજી મહારાજ, શ્રી કેવળવિજયજી દાદા, શ્રીઆણંદવિજયજી પન્યાસ વગેરેનો સાધુસમુદાય, આ અને આવા જ બીજાઓ કે જેઓમાં ખાસ કાઈ આચાર્ય નથી અથવા કોઈ આચાર્યની નિશ્રામાં નથી તેમનું સ્થાન અને અવાજ સંમેલનમાં કઈ પદ્ધતિએ રહેશે ? તેમજ જે મુનિઓના ગુરુ ન હોય, લગભગ એકાકી જેવી સ્થિતિમાં હેય; જેમ કે સન્મિત્ર કરવિજયજી, શ્રીમાન લબ્ધિવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી રંગવિજયજી, શ્રી નીતિવિજયજી મ. ન. શિષ્ય શ્રી તિલકવિજયજી, ઋદિમુનિજી વગેરે.
આ સૌના અવાજ માટે શે ક્રમ રખાશે ? અને તે સિવાય ગચ્છાન્તરીય નાના સમુદાયમાં રહેલા મુનિઓ, જેવા કે–વીરપુત્ર શ્રી આણંદસાગરજી, શ્રીમાન હરિસાગરજી, ઉપાધ્યાય શ્રી સુમતિસાગરજી, પાયચંદગ૭ના સાગરચંદ્રજી વગેરે મુનિઓ, અચલગચ્છના મુનિઓ વગેરે આ સૌનું સ્થાન કેવી રીતે રહેશે ?
ઉપર અમે જે મુનિઓ અને મુનિસમુદાયને ઉલેખ કર્યો છે; એ સૌના સ્થાન માટે અને અવાજ માટે કેવી પદ્ધતિ રાખવી એ જરૂર વિચારી જ લેવું જોઈએ. જે આ વસ્તુ તરફ દુર્લક્ષ્ય કરવામાં આવશે તે એક સારે સરખો સાધુવર્ગ જુદા રૂપે રહી જશે.
આટલું નિવેદન કર્યા પછી અમે એ પણ સુચના કરીએ છીએ, કે અત્યારે સાધુ સમેલન મેળવવાને ઉદ્દેશ અને તેની કાર્યવાહી એવી પદ્ધતિની રહે, કે મુખ્યપણે તેમાં સાધુ સાધુઓ, સમુદાય સમુદાય અને ગ૭ ગચમાં વર્ષોથી જે આંતરદાવાનળ સળગી રહ્યો છે તે શમે અને સર્વમાન્ય જે પ્રશ્નો હેય તેને અંગે વિચાર કરવામાં આવે. વિવાદાસ્પદ પ્રશ્નોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org