________________
પૂવરંગ એક બીજી સૂચના રજુ કરવી ઉચિત લાગે છે. તે એ કે સાધુ સમેલનમાં ભિન્ન ભિન્ન સમુદાયના તેમજ જુદા જુદા ગવાળા સાધુઓને અવાજ કઈ રીતે રહેવું જોઈએ સમેલનના સંચાલકેએ આ પ્રશ્નનો ઉકેલ અથવા વિચાર એટલા માટે કરે જોઈએ, કે જેથી પિતા પિતાના સમુદાયનો મેળે ન જળવાવાને લીધે અથવા તેમની પૂછગાછ ન થવાને કારણે એ સાધુ વર્ગ સમેલનને સાથ આપવાથી ઉદાસીન ન રહે.
સમેલનના કાર્યકર્તાઓએ એ બાબત ખૂબ ધ્યાનમાં રાખી લેવી, કે એક બીજાને મેભો જાળવ્યા સિવાય, કે જેમની જેમની સાથે જે જે બાબતને સંબંધ હોય તેમને પૂછયા સિવાય; કરેલાં કાર્યો કે કરેલા ઠરાવો આજે હવામાં જ ઊડી રહ્યાં છે. અને એનું સારું પરિણામ આવવાને બદલે લગભગ અતિ માઠું પરિણામ જ આવ્યું છે. એટલું જ નહિ પણ આજે એક બીજા નાના મોટા સમુદાય અને એની પૂછપરછ નહિ કરવાને કારણે એક બીજા સમુદાય અને સંઘને એક બીજાના હૃદયમાં જે માન મરતબો હોવો જોઈએ તે ખંડિત થવા સાથે આખા સંઘનું બંધારણ છિન્ન ભિન્ન થઈ ગયું છે.
આ સ્થળે પ્રસંગોપાત બે બનાવે તરફ સૌનું ધ્યાન દેરું છું, જે બે બનાવો આપણું સૌના દેખતાં જ બની ચૂક્યા છે. એક પંડિત લાલનને સંધબહાર કરવાને અને બીજે પંડિત શ્રીયુત બેચરદાસને સંઘબહાર કરવાને. આ બન્નેય સંધ બહાર કરવાના કિસ્સાઓ ચગ્ય હતા કે અગ્ય એ વિચાર કરવાનું આ સ્થાન નથી. અહીં તો કહેવાને આશય માત્ર એટલે જ છે, કે જામનગરના શ્રીસંધને તેમજ વળાના શ્રી સંધને પૂછ્યા સિવાય તેમજ તે તે નગરના વાસ્તવ્ય સંધન
૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org