________________
અગત્યની સૂચનાઓ પ્રાચીન ગ્રંથોનું અવલેન કરતાં આપણને એવા ઉલ્લેખ મળી આવે છે, કે તે તે નગરના વાસ્તવ્ય સઘની સ્થાપેલી મર્યાદાઓને વખતો વખત માન્ય કરવામાં આવી છે અને માન્ય કરવી જ જોઈએ.
આજે વર્ષોથી સાધુસંઘની જે અનાથ અને સ્વચ્છેદ દશા ચાલી રહી છે એ જોતાં એમ ચોક્કસ લાગે છે કે એ અનાથ દશામાંથી સાધુસંધને ઉગારી લેવા માટે તેના ઉપર શ્રાવક શ્રી સંધને પ્રામાણિક અંકુશ હવે જોઈએ.
આજે સાધુ સંમેલન મેળવવા માટે અમદાવાદને શ્રીસંધ પ્રયત્ન કરી રહ્યો છે. પણ જ્યાં સુધી તે, એક બીજા ગામના સ સાથે ઐક્ય સાધી સાધુઓ ઉપર કેઈની પણ શરમા રાખ્યા સિવાય પ્રામાણિક અંકુશ નહિ મૂકે નહિ મૂકી શકે ત્યાં સુધી વર્ષોથી સ્વચ્છેદબનેલ સાધુસંધ તેમને સરળ આમંત્રણને માન્ય કરી સંમેલનને સફળ બનાવવામાં સક્રિય ભાગ આપશે અથવા મદદ કરશે; એ આશા કેટલે અંશે સફળ થશે એ તે ભાવિમાં જ તેઓ જેશે.
આજે સાધુસંધ જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એ ઉપર અંકુશ મૂકવા માટે કોઇનીયે તાકાત દેખાતી નથી. એનું વાસ્તવિક કારણ જે તપાસવામાં આવે છે તે માત્ર એક જ છે કે શ્રાવકસંધ પોતાના સંઘનું ઐક્ય સાધી શક્ય નથી. આજે સમસ્ત શ્રી સંઘનું રાજ્ય સ્થાપવા માટે શ્રાવક સધે પિતાનું એક્ય સાધવું અતિ જરૂરનું છે.”
“સાધુ સંમેલનમાં સંઘબંધારણને લગતી અમુક બાબતને ઉકેલ કરી લેવા માટેની સામાન્ય સૂચનો કર્યા પછી આજે સમેલન એકત્રિત કરવા માટે તનતોડ પ્રયત્ન કરનાર સમક્ષ
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org