________________
અગત્યની ચનાઓ કારણ ન રહે. અને બહુ આનંદ પૂર્વક મુનિસમેલનનું કાર્ય પાર પડે. જરૂર પડે તે ઉપરની ગોળમેજી-ખાનગી મિટિંગમાં ચક્કસ ગૃહસ્થને પણ શામેલ કરી શકાય.
“આશા છે કે મુનિસંમેલનનું કાર્ય કરનારા અને નિમંત્રણ કરનારા મહાનુભાવો મારી ઉપરની નમ્ર સૂચના ઉપર ધ્યાન આપશે, અને તે સંબંધી જે યોગ્ય લાગે તે કરશે.”
વિદ્ધાર્થ મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ એક લેખ દ્વારા નીચેની સૂચનાઓ આ વેળા રજુ કરી હતી –
આજના સાધુસંમેલન સાથે સંઘબંધારણ અને સંધ સત્તાને પ્રશ્ન અતિવિકટ રીતે સંકળાઈ ગયું છે. એટલે સાધુ સંમેલનને આ વિકટ કેયડાનો ઉકેલ કઈ રીતે લાવ એ ખાસ વિચારવા જેવી વસ્તુ છે. જે આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં સાધુ સંમેલન નિષ્ફળ નિવડે તે એ ધ્યાનમાં રાખી લેવું, કે એક જથામાં દેખાતે ચતુર્વિધ શ્રીસંઘ બે વિભાગમાં વહેંચાઈ જશે. એક તરફ શ્રાવક-શ્રાવિકા સંધ રહી જશે અને બીજી તરફ સાધુ-સાધ્વી સંઘ રહી જશે. અલબત બન્નેના વિભાગમાં અમુક પ્રમાણમાં ભેળસેળ તે રહેશે જ, તેમ છતાં જે, જે પક્ષમાં રહેશે તે, તેના તરફ જ વજન આપશે. અહીં હું એ કહેવા જરાય ઈચ્છતો નથી કે–અમુક પક્ષ પ્રામાણિક છે કે અમુક પક્ષ અપ્રામાણિક. એ નિર્ણય તે સાધુસંમેલનને એકત્રિત કરનાર અને તેમાં એકત્રિત થનાર બુદ્ધિમાન અને સ્થિતપ્રજ્ઞ જ કરશે. મારું કહેવું માત્ર એટલું જ છે કે આજે જૈન સંધને અમુક હદ સુધી જે બે વિભાગમાં વહેચાયેલો આપણે જોઈએ છીએ એ બે ભાગલાઓ કાયમના થઈ ન જાય અને શ્રમણ ભગવાન વીર-વર્ધમાને એક જગ્યામાં વ્યવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org