________________
જનતાને અભિપ્રાય “અનેક મન્દિરે કે તીર્થો ધનરાશિથી ઉભરાય છે ત્યારે તેનું શું કરવું, ક્યાં ઠેકાણે પાડવું, એ પ્રશ્ન ઉભો થાય છે. પરિણામ એ આવે છે કે બિનજરૂરી “નગારાં ને તગારાં” હંમેશાં ચલાવ્યે જ રાખવાં પડે છે. પૈસાને ઠેકાણે પાડવા માટે મન્દિર તડી ફાડી નવી મરમ્મતના સમારંભ ચાલુ જ રાખવા પડે છે, જ્યારે પ્રજાહિતની બૂમને દાદ મળતી નથી. અનેક ક્ષેત્રે સીદાયા કરે છે, કમબખ્ત સ્થિતિ ભોગવે છે, ત્યારે દેવદ્રવ્યની સદા ચાલુ રહેતી વૃદ્ધિ યા તે વેડફાયા કરે છે, યા સામાન્ય અને અનાવશ્યક ઉપયોગમાં વહી નિકળે છે ! કેટલું અંધેર !
જે દેવદ્રવ્ય છે તેને મીલે વગેરેમાં રોકવું યા લશ્કરી ખાતા અને તલખાન જેવી ભયંકર હિંસામાં ઉપયોગ થાય તેવા સરકારી ખાતામાં રોકવું; એ મંગળધનથી અમંગળ સાધવાની ચેષ્ટા છે. તેના કરતાં ગરીબ અને બેકાર જનતા લાભ લઈ શકે તેવી જનાનો રસ્તે તેને ઉપયોગ કર જોઈએ. ગરીબ સાધમિકેને લાભ થવા સાથે આવક વધારાય એવી રીતે દેવદ્રવ્ય રોકવામાં કશો વાંધો નથી, જ્યારે લાભ પુષ્કળ છે; એ ગૃહસ્થોએ ધ્યાન પર લેવાની આવશ્યકતા છે. ધાર્મિક ધનના રક્ષણ અને સદુપયોગ માટે અને સાથે જ ગરીબ અને બેકાર સાધર્મિક જનતાના હિત માટે જેન બેંકની એજના બહુ ઉપયુક્ત થઈ પડશે.
“ઉપધાને સંબધે યદ્યપિ મારું દૃષ્ટિબિન્દુ ભિન્ન છે, પરંતુ પ્રસંગતઃ જણાવવું જોઈએ કે તેની પ્રચલિત “માળા” આદિની ઉપજને દેવદ્રવ્યમાં લઈ જવાનું સમેલને જે યોગ્ય ગયું છે, તેમાં તેનું અવિચારક માનસ વધુ ખુલ્લું થઈ જાય છે.
આમ દીક્ષા અને દેવદ્રવ્ય સંબંધી નિર્ણયે આપવામાં સમેલન ગંભીર ભૂલેને ભેગ બન્યું છે. એ કોઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org