________________
પશ્ચાદ્ અવલોકન માણસ પણ સમજી શકે છે. પછી, આરતિ–પૂજાની બેલીના દ્રવ્ય પર “દેવદ્રવ્યની મહેરછાપ મારવાનું કંઈ કારણ?દેવને અર્પવાની જ્યાં કશી જ કલ્પના નથી, કશી જ ભાવના નથી, કશી જ યોજના નથી, છતાં તે દેવદ્રવ્ય ગણાઈ જાય એ તે અજબ ફિલસૂફી !
દેવદ્રવ્યની વ્યાખ્યાને વિચાર કરતાં કરતાં આરતિ–પૂજા આદિની બલીની ઉપજને સંગાનુસાર ગમે તે ક્ષેત્રમાં લઈ જવાની ગોઠવણ કરી શકાય છે, અને તે સશાસ્ત્ર છે. સંધ ધારે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. પછી તેને દેવદ્રવ્યમાં લઈ જવાનો ઠરાવ કરવો, અને તે આન્ના સમયની પરિસ્થિતિ વચ્ચે; એ બિલકુલ ઠીક થયું નથી.
વર્તમાન પરિસ્થિતિ તે એવી છે કે આજે એ દ્રવ્યને દેવદ્રવ્યમાં ન લઈ જતાં જ્ઞાનદ્રવ્યમાં કે સાધારણ ક્ષેત્રમાં લઈ જવાની જરૂર છે. દેવદ્રવ્ય કેવળ દેવને ઉપયોગી અને સાધારણ દ્રવ્ય દેવને અને તેના સકળ પરિવારને (તમામ ક્ષેત્રને) ઉપચોગી. આ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે કોને મહિમા વધારે ? કેમની વિશેષ ઉપયોગિતા ? કેની વ્યાપકતા ? જરા વિચાર કરવાની વાત છે. સમય અને સંગે તરફ પણ સમેલને ધ્યાન આપ્યું. નથી એ દિલગીરીની વાત છે.
દેવદ્રવ્યનું ક્ષેત્ર અતિ સંકુચિત છે. પ્રજાના વ્યાવહારિક હિતસાધન માટે તે કશા કામમાં આવી શકતું નથી. ભુકમ્પ કે એવી બીજી પ્રલયકારક આફત આવી પડતાં હજારો-લાખો માણસ મરી રહ્યાં હોય તેવા દુસમયમાં પણ જે તે ધનની એક કેડી પણ માણસજાતના કે પ્રાણીવર્ગના રક્ષણ યા ઉપકાર માટે કામ આવી શક્તી નથી, તે પછી તે ધનને વધારવું શું ઉપયોગી ? જરા ધ્યાનમાં લેવાની વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org