________________
પશ્ચાદ્ અવલોકન પૂર્વક દીક્ષા આપવામાં આવે છે તે પણ “શષ્યનિષ્ફટિકા” છે એ કઈ ન ભૂલે. અને તે વિષયમાં “આર્ય રક્ષિત"નું ઉદાહરણ સ્પષ્ટ છે. સમેલને ખરેખર “શષ્યનિષ્ફટિકા એનું તત્ત્વ સમજવામાં ગુલાંટ જ ખાધી છે જે દિલગીરીને વિષય ગણાય.
દીક્ષાના ઠરાવમાં અઢાર વર્ષ પછીનાને માટે માતાપિતાની અનુમતિ વગર પણ દીક્ષા ચલાવી લીધી છે. જો કે ઠરાવમાં માતાપિતાની અનુમતિ મેળવવા માટે પ્રયત્ન કરવાનો ઉલ્લેખ કર્યો છે. પણ અનુમતિ ન મળે તે તે વગર પણ દીક્ષાદાન વિધેય ઠરાવ્યું છે. શિષ્યષણની દશા સાધુઓની આજે કેવી છે તે ઉધાડું છે. માતાપિતાની સમ્મતિ વગર ચલાવી લેવામાં સમેલને ભયંકર ભૂલ કરી છે. નાશભાગ કરી-કરાવીને દીક્ષા આપવાનો માર્ગ આથી રૂંધાશે નહિ. એવી ઝઘડાખોર દીક્ષાને
હકલાહલ આથી બંધ પડશે નહિ. એવી દીક્ષા માટે પણ આ ઠરાવથી બચાવ કરવાનું ખુલ્લું રહેશે.
- “આ રીતે મારા નમ્ર અભિપ્રાય મુજબ આ પહેલો ઠરાવ અયોગ્ય હોવાથી અગ્રાહ્ય છે.
(૨) દેવદ્રવ્ય
દવને અર્પિત થયેલું હોય તે દેવદ્રવ્ય કહેવાય. આ દેવદ્રવ્યની વ્યાખ્યા છે. પણ આરતિ-પૂજા આદિની બેલીનું દ્રવ્ય એને દેવદ્રવ્યમાં લઈ જવું કે ન લઈ જવું એ સંધની મુખત્યારીનું કામ છે. તે ચાહે તે તેને દેવદ્રવ્યમાં લઈ જઈ શકે છે અને ચાહે તો અન્ય ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. કેમ કે અર્પણ વગર દેવદ્રવ્ય થાય નહિ. પછી તેને “દેવદ્રવ્ય” ગણવાની આજે શી
- ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org