________________
કાર્યવાહી પર દષ્ટિપાત એટલું જ નહિ, પરંતુ એ ઠરમાં પિતાની માન્યતાને ખુલ્લે વિરોધ જોતા હતા અને પોતે હારે છે, સુધારક પક્ષ છતી જાય છે, એવું સ્પષ્ટ લાગ્યું હતું. અને તે પછી કેટલાએ બખાળા કાઢ્યા હતા.
પરંતુ ઘણું આશ્ચર્ય સાથે હમણાં હમણાં આપણે વર્તમાનપત્રમાં વાંચીએ છીએ, કે તે જ આંસુ સારનારો પક્ષ, તે જ પિતાની હાર સમજનારે પક્ષ, તે જ માન્યતાઓને વિરોધ સમજનારો પક્ષ ખુલ્લંખુલ્લા જાહેર કરી રહ્યો છે, કે દીક્ષા, દેવદ્રવ્ય, સંઘસત્તા આદિ બાબતમાં આપણે ખરેખર જીત્યા છીએ. મુનિસમેલને આપણું જ સિદ્ધાન્તોને માન્ય રાખ્યા છે, ને સુધારક પક્ષ નીચે પડ્યો છે.
“અત્યારના પક્ષકારો પોતાની માન્યતાઓ-સિદ્ધાન્ત પર કેવા મુસ્તાક હોય છે, એને આ નમુનો છે. બે શોકની લડાઈ જેવું આ ફારસ નથી શું? જે કરા માટે એક સમયે આંસુ સારવા જેવું થયું હતું, રીસામણું થયાં હતાં, સુધારક પક્ષ ઉપર રોષ કાઢવામાં આવતું હતું, અમારી માન્યતા પર પાણી ફરી ગયું, એમ માનવામાં આવતું હતું; તે જ ઠરાવો–તેના તેજ શબ્દવાળા ઠરાવમાં પિતાની જીત થઈ છે, પોતાની માન્યતાઓ મુનિસમેલને સ્વીકારી છે, એવું જાહેર કરવા શાથી બહાર પડ્યા વા? આવી એકાએક કાયાપલટ શાથી થઈ વાર? એ એક ન ઉકેલી શકાય એવો કાયડો જરૂર દેખાશે. પરંતુ પક્ષાપક્ષીમાં “હા–નાનું યુદ્ધ કેવું થાય છે, એ જાણનારાઓ સહજ સમજી શકે તેમ છે, કે આ એક “હા–નાની જ માત્ર માન્યતાઓ છે. સિદ્ધાન્ત એક જુદી વસ્તુ છે; કેવળ એકની હા” એટલે બીજાની “ના” અને એકની “ન એટલે બીજાની
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org