________________
કાર્યવાહી પર દષ્ટિપાત શિષ્યોને ભણાવતાં તે પ્રાયઃ કોઈએ મુહપત્તિ બાંધતું હોય એવું જોવામાં કે જાણવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં અનેક અનિચ્છનીય વાતાવરણમાં એકને વધારે કરે તે કઈ પણુ રીતે ઉચિત નથી. છતાં અત્યારે તો તેનો વધારે થયે છે એ સ્પષ્ટ જોવાય છે. અનિચ્છનીય વાતાવરણ શાંત કેમ થાય ?
“ આગળની હકીકતથી આપણે જોઈ શકયા છીએ કે મુનિસમેલને અનિચ્છનીય વાતાવરણને શાંત કરવાને માટે યાંત્રિક ઠરાવ કરવા પછી પણ, અનિચ્છનીય વાતાવરણ શાન્ત નથી થયું. હવે એ મહાપુરુષોને અને નિમંત્રણ કરનાર અમવાદના નગરશેઠને પણ સમજાયું હશે કે અનિચ્છનીય વાતાવરણ શાંત કરવું હોય તે જુદા જુદા પક્ષના ગણ્યાગાંઠયા સાધુઓ, અને તે તે પક્ષના આગેવાન ગૃહસ્થની વચમાં જ વાટાઘાટ કરાવી શકે એવા પ્રભાવશાળી આગેવાન ગૃહસ્થ તેમને ભેગા કરી પ્રયત્ન કરે, અને એ વાટાઘાટમાં ચોક્કસ નિર્ણય થાય તે જ આ કેલાહલ, પક્ષભેદ, શબ્દોની મારામારી વગેરે બંધ થાય. આ વસ્તુ કહેવી જેટલી સહેલી છે તેટલી અમલમાં મૂકવી-સિદ્ધ કરવી સહેલી નથી; એ વાતને હું સમજી શકું છું, છતાં પણ શાંતિનો માર્ગ તે આ દ્વારા જ થઈ શકે.
સમેલન પછી?
મુનિ સમેલન થયા પછી જ જૈન કેન્ફરન્સ અને જેન યુવક પરિષદના અધિવેશન થયાં. આ પ્રસંગે શાસનની સાચી દાઝ ધરાવનાર શેઠ અમૃતલાલ કાળીદાસે અનિરછનીય વાતાવરણને શાન્ત કરવાના પ્રયત્ન અવશ્ય કરેલા,
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org