________________
પશ્ચાદ્ અવલોકન સાથે એ પણ સાચું જ છે કે કઈ પણ સાધુ કાઈ પણું જાતની અનુચિત પ્રવૃતિ કરશે તો તેના વિરોધ કરનાર મહાનુભાવો નીકળવાના તો ખરા જ! આ બધા ઉપરથી શું એ સ્પષ્ટ રીતે નથી જોઈ શકતું, કે ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન, પ્રભાવશાળી શાસનમાં જે અનિચ્છનીય વાતાવરણ હતું એમાં જરાએ ફેરફાર થયો નથી? અધૂરામાં પૂરું વળી હમણાં મુહપત્તિની ચર્ચા ઊભી થઈ છે. આ ચર્ચા આટલેથી શાંત થઈ જાય તે ઠીક છે, નહિ તે દેવદ્રવ્યની ચર્ચાની માફક એ પણ જે રંગ પર ચઢી ગઈ તો એ નિમિત્તે પણ પાછો કોલાહલ વધી જવાન. તત્ત્વદ્રષ્ટિએ વિચારીએ તે “મુહપત્તિની ચર્ચા સાથે જૈન ગૃહસ્થ વર્ગને જરાપણ નિસ્બત નથી. વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવી કે કેમ, એ એને વિષય છે. એટલે એને સંબંધ સાધુઓ સાથે છે. હવે વિચારવાનો વિષય એ છે કે આ ચર્ચા ગમે તેટલી ચાલે, અને બંને પક્ષ ગમે તેટલી દલીલોથી વર્તમાનપત્રના કલમ ભરે, પરંતુ એ વાત તે નિર્વિવાદ છે કે જેમણે મુહપત્તિ વ્યાખ્યાન વખતે બાંધી નથી, તેઓ અત્યારે હવે કાન વીંધીને મુહપત્તિ બાંધવાના નથી અને જેઓ વ્યાખ્યાન વખતે મુહપતિ બાંધે છે; તેઓ તે પ્રથાને છોડવાના નથી. આવી અવસ્થામાં આ ચર્ચાથી સિવાય કે સમાજમાં એક કેલાહલ વધારે, બીજો શે ફાયદો થઇ શકે તેમ હતો ? જ્યાં સુધી મારે અનુભવ છે, ત્યાં સુધી જેઓ વ્યા
ખ્યાન વખતે મુહપતિ બાંધે છે તેઓ એવા આગ્રહી પણ નથી કે એના માટે વધારે ખેંચતાણ કરીને સમાજમાં કલેશનું વાતાવરણ ઊભું કરે. બલ્લે જ્યાં સુધી મને યાદ છે, તેમાંના કઈ કઈને વિના મુહપત્તિ બધે વ્યાખ્યાન કરતા મેં જોયા છે, અને નીચે બેસીને શાસ્ત્રોને સ્વાધ્યાય કરતાં તે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org