________________
સાધુસંમેલન ભરવાનો નિર્ણય રતા ભાવનગર પધાર્યા. સમસ્ત જૈન જનતા માનતી હતી કે ત્યાં બિરાજતા શ્રી વિજયનેમિસુરિ સાથે તેમની મુલાકાત થશે, અને સાધુસંમેલન ભરવાના જે મને રથે ચાલી રહ્યા છે તેને આ શુભ કાર્યથી જ પ્રારંભ કરવામાં આવશે. પરંતુ શ્રી વિજય વલ્લભસૂરિએ ભાવનગરમાં પ્રવેશ કર્યો ને શ્રી વિજયનેમિસુરિને વિહાર થયે. બે આચાર્યો મળી પણ શકયા નહિ! જનતા વિસ્મયમાં ડૂબી ગઈ અને જ્યાં સુધી આવાં હૃદયે છે ત્યાં સુધી સાધુસંમેલન કેવી રીતે થશે તેને વિચાર કરવા લાગી.
શ્રી વિજયનેમિસુરિ વિહાર કરીને પાલીતાણા ગયા. ત્યાં અમદાવાદના જ ૪૦ જેટલા ગૃહસ્થનું એક ડેપ્યુટેશન ગયું ને તેમણે સાધુસંમેલન માટે સ્થળ તથા મુહૂર્ત કાઢી આપવાની વિનંતિ કરી!
શ્રી વિજયનેમિસૂરિએ તે ડેપ્યુટેશનને જે એમ જણાવ્યું હેત કે “તમે બીજા પણ મુખ્ય આચાર્યોને મળી આવે ને પછી અમારી એક કમીટી નીમી આ બધા કાર્યની અમે શરૂઆત કરીશું” તે કામ ખૂબ પદ્ધતિસર થયું હેત ને આગળ પર જે અવિશ્વાસની લાગણી ઉત્પન્ન થઈ તે ન જ થઈ હતી પરંતુ તેમાંનું કાંઈ પણ કરવામાં ન આવ્યું અને તેમણે સ્થળ તરીક અમદાવાદને જાહેર કરી સં. ૧૯૯૦ ના કાગણ વદી ૩ નું મુહૂર્ત કાઢી આપ્યું. આ પછી નગરશેઠે તરતમાંજ શ્રી વિજય વલ્લભસૂરિજીની મુલાકાત લીધી ને નીચેનું નિવેદન પ્રગટ કર્યું – હિન્દુસ્તાનના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક
સંધોને વિનંતી હિન્દુસ્તાનના દરેક ગામના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org