________________
તેત્રીસ દિવસ ચિત્ર વદ ૬, ગુરુવાર તા. ૫ એપ્રીલ, ૧૯૩૪
આાજે સરમુખત્યાર કમીટીની બેઠક સવારે તથા બપોરે એમ બંને વખત મળી હતી. સવારમાં કામકાજ શરૂ થતાં પ્રથમ ઉપદેશ પદ્ધતિને સવાલ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક ચર્ચા પછી ઠરાવ ઘડા હતા.
ત્યારબાદ સંપની વૃદ્ધિ માટે અગાઉ ચાર જણે ઘડેલા ખરડાના શબ્દો જ કાયમ રાખ્યા હતા. આક્ષેપ કરવા નહિ એમ જણાવ્યું હતું.
ત્યારબાદ પ્રતિકાર કમીટીનો અગાઉ નિર્ણય થયો છે. એમ જણવી એ પ્રશ્ન વિષે ચર્ચા કરવામાં આવી હતી. જો કે પ્રતિકાર કમીટીમાં નામની ચૂંટણું સિવાય કાંઈ જ થયું નહતું ને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા એ માટેનો પત્રવ્યવહાર કરે એમ ઠરાવ્યું હતું.
બીજા દિવસે એટલે શુક્રવારે ચાર વાગતાં એ કમીટીની બેઠક રાખવામાં આવી હતી.
ત્યારબાદ ધર્મમાં રાજસત્તાના પ્રવેશ સંબંધીને પ્રશ્ન ચર્ચા હતી જેમાં ઠંડા કલેજે એવી મતલબને નિર્ણય કરવામાં આવ્યું હતું કે ધર્મમાં રાજ્યની સત્તાને આ સંમેલન અનુચિત માને છે !
બસ આટલી વિધિ પછી સંમેલનનું કામ ખતમ થયું હતું.
૨૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org