________________
ઓગણત્રીસમો દિવસ ચૈત્ર વદ ૨, રવિવાર તા. ૧ એપ્રીલ, ૧લ્હ૪
અાજે સવારમાં શ્રી વિદાનસૂરિજી જેન જ્યોતિને એક વધારેલનગરશેઠના વંડે પહોંચ્યા અને બીજા કેટલાકને પ્રશ્ન કર્યો કે તમે આ લેખ વાંચ્યો છે ?'
ત્યાં બેઠેલાઓએ લેખ વાંચેલે નહિ હોવાથી ના પાડી. આ પ્રસંગે રૂઢિચુસ્ત પક્ષના એક વૃદ્ધ આચાર્યો તે એ લેખ અમુક સાધુને છે એમ સહસાવ્યાખ્યાન કર્યું.
જેન તિના વધારા સાધુ સંમેલનની કાર્યવાહીને હેવાલ પ્રારંભથી જ નિયમિત રીતે જનતા આગળ પહોંચાડી રહ્યા હતા; એટલું જ નહિ પણ પ્રતિદિન થતા કાર્યની તેમાં ટૂંક સમાલોચના કરવામાં આવતી હતી અને તેમની આગળ નવીન વિચાર પ્રવાહને પડધે પણ બરાબર પાડવામાં આવતા હતે. ૨૭ મા દિવસની કાર્યવાહી પર તેજ રીતે નીચેની ભૂમિકા લખવામાં આવી હતી –
“સ્વર્ગમાંથી ઉતરેલી ગંગા હિમાચલના પવિત્ર શિખરે પરથી પડીને ત્યાંથી ખડકોમાં થઇ છેવટે માટીમાં વહેવા લાગી; તેવી જ દશા આજે શ્રમણ સંસ્કૃતિના સૂત્રધારેની થઈ છે. આત્માના અનંતકાળના પ્રવૃત્તિ માર્ગમાં વહી જવાના અધ્યવસાય રૂપ આશ્રવને રોકી સંવરરૂપ મહાવ્રત ધારણ કરી તપથ્યને બળે કર્મની નિર્જરા કરવાનું એમનું મૂળ લક્ષ હતું, હોવું જોઈએ.
૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org