________________
કાર્યવાહી પારગામી છું; એ તે કોઇએ માનવું જ નહિ. શાસ્ત્રોમાં અપેક્ષાથી બધું લખાયું છે.
પુણ્યવિજયજી-કેટલાક વેગને અણગમ કહ્યા છે, તેનું કેમ ?
રંગવિમલ–દેવગિણિ ક્ષમાશ્રમણનું સંમેલન કેટલું ચાલ્યું હતું?
સાગરાનંદસૂરિજી–લખતાં લખાવતાં બાર વર્ષ થયાં હતાં.
રંગવિમલ–ત્યારે આ સંમેલન ઈતિહાસને પાને લખશે કે દેહમાસ સંમેલન ચાલ્યું હતું. ઠીક ત્યારે સાહેબ! પૂજામાં પધારે અને હું ચાહું છું કે આજના જેવી જ હંમેશાં શાંતિ જળવાતી રહે. કાં તે કામ કરે, નહિ તો પૂજામાં પધારે.
વલભરિજી–સાધુઓમાં અનિચ્છનીય વાતાવરણ થયું છે, કેઈએમ માને છે જે તેમ હોય તે સંમેલન ચાલુ રાખે, નહિ તે સંમેલન સમાપ્ત કરે. ગૃહસ્થામાં અનિચ્છનીય વાતાવરણ હશે તે તેઓનું કામ તેઓ કરી લેશે. તેને જરૂર હશે તો તે કરી લેશે. નહિ જરૂર હોય તે નહિ કરે. આટલું તો કરે કે ગૃહસ્થોના અનિચ્છનીય વાતાવરણમાં જરા પણ સાધુઓએ સાથ ન આપવો. એટલી જ પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ
રંગવિમલજીએ પણ મુઠ્ઠીભર.
વલ્લભસૂરિજી–મુઠ્ઠીભર હોય કે ગાડાભર, ગૃહસ્થામાં છે ને! (નેમિસુરિજી પ્રત્યે) મહારાજ ! કાંઈ નિવેડે લાવે. વાદી, પ્રતિવાદી, સાક્ષી, પ્રતિસાક્ષી બહાર બેઠા છે, તેને માટે આપણે ફેંસલો કરે તે નકામો જ છે. આપણામાં અનિચ્છનીય વાતાવરણ નથી તે આપણે પવિત્ર થઈને ઊઠે. નેમિસુરિજી—ગૃહસ્થનું અનિચ્છનીય વાતાવરણ તેઓ ઠીક
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org