________________
કાર્યવાહી
નેમિસૂરિજી—તમે જ કાંઇક બેલો, પ્રસ્તાવ મૂકે !
રંગવિમળજી–જ્યાં સુધી કામ નહીં ચલાવે ત્યાં સુધી બેલબોલ કરીશ.
પં. રામવિજયજી–મતભેદવાળુ છેડીને આગળ ચાલે.
ઉ૦ દેવવિજયજી–મતભેદવાળી માનો ખુલાસે થયા પછી જ કામ આગળ ચાલશે.
પં. રામવિજ્યજી–જે વસ્તુથી અનિચ્છનીય વાતાવરણ થયું હોય તેને ખુલાસે કરવો જોઈએ. દીક્ષાની વયના લીધે અનિચ્છનીય વાતાવરણ થયું જ નથી. જેને અંગે અનિચ્છનીય વાતાવરણ થયું હોય, તેના માટે જ વિચારવા જેવું છે.
રંગવિમળજી–આઠ વર્ષમાં ફેરફાર કરવા માગે છે ? આમાં ફેરફાર કરવાની જરૂર નથી. આમાં ફેરફાર થશે, તો હું બીજા પાંચ મુદા મૂકીશ, તેમાં ફેરફાર કરવો પડશે.
ઉ. દેવવિજયજીએ આથી પુણ્યવિજયજીની તાજા કલમ વાંચી સંભળાવી અને જણાવ્યું કે તે માટે વિચાર કરવાની જરૂર છે?
રંગવિમળજી–તેને જવાબ કાલે અપાઈ ગયો છે. રામવિજયજીનું કહેવું છે કે આના લીધે અનિચ્છનીય વાતાવરણ થયું નથી. મારું કહેવું એવું છે કે થોડી વ્યકિતઓએ વાતાવરણને બગાડયું છે. તેની નોંધ કરી તેમને બોલાવી જુબાની લઈ તેને માટે એગ્ય શિક્ષા કરવી કે જેથી તેઓ ફરી વાતાવરણ બગાડી ન શકે. અને (તેમણે એ બાબતમાં પં. બેચર દાસજીનું દષ્ટાંત આપી આગળ જણાવ્યું કે, તે પ્રમાણે અત્યારના માટે પણ કાંઈક થવું જરૂરનું છે. શાસનના રક્ષણની ખાતર આવું કાંઈક જરૂરનું છે. જે આવું કાંઈ થાય તે સારું ફળ
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org