________________
દિવસ બાવીસમો જે સંધ તેમને બહાર મૂક્યાનું ધારે તે, આપણે તેમાં સામેલ થવું જોઈએ. સમાજમાં અશાંતિ નથી, સમાજને વધે નથી તો પછી શું કરવાનું છે? સંમેલન સમાપ્ત કરે.
પં. રામવિજયજી સમાજને સંભળાવી દેવું જોઈએ.
વલ્લભસૂરિજી–ગૃહસ્થની સલાહ ન લેવામાં આવે ત્યાં સુધી કાંઈ નહિ થાય, શાંતિ નહિ થાય, ગૃહસ્થની અનુકુળતાથી કરેલું કાર્ય સફળ થાય. માટે જે નિર્ણય પર આવવાનું હોય તે પાંચ ગૃહસ્થની સલાહ લઇને કમીટી કાંઈ કામ કરશે તે સારું જ થશે.
નેમિસુરિજી—ગૃહસ્ય અને આપણી કમીટી ન્યાયપૂર્વક કરીશું તો ઘણ માનશે. થોડા નહિ માને તે તેમાં આપણને વાંધો નથી. પણ લેકેને આપણે એમ દેખાડી આપીએ કે અમે ન્યાયપૂર્વક કર્યું છે.
વિદ્યાવિજયજી–આવી રીતે આપણે ઘણું વખત ભેગા થયા છીએ, માટે હવે ગૃહસ્થોને સાથે મેળવીને કામ કરીએ તે જ કંઈક થઈ શકે. ભલે એક કમીટી તરીકે તેમને ન ભેળ. પરંતુ સલાહકારક તરીકે ખાનગીમાં પણ મેળવ્યા વિના છુટકે નથી.
નેમિસુરિજી–પહેલાં આપણે પાંચ જણ મળી વિચાર કરીએ અને પછી ગૃહસ્થની સલાહ લેવી ગ્ય લાગશે તે લેશું. - ત્યારબાદ આજની ચર્ચા ખતમ થઈ હતી.
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org