________________
દિવસ વીસ ઉચિત જ કહ્યું છે. જે કંઈ કરવું છે તે જલદી કરવું જોઇએ. હવે અહીં રોકાવાને સમય નથી. શેઠ વિનંતિ કરવા આવ્યા ત્યારે ત્રણ દિવસ સંમેલન ચાલવાનું કહેતા હતા. શ્રી વલ્લભસૂરિજીએ પહેલાં જ કહ્યું હતું કે જે કંઈ કરવું છે તે તાકીદથી કરે. સિદ્ધાત બધાને માન્ય છે. ભગવાનનું વચન અવિસંવાદી છે. આપણી બુદિમાં જ ભેદ છે.
ધર્મવિજયજી–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મુનિમંડળે કંઇ વિચારવા જેવું છે કે નહિ તેને વિચાર કરે.
ઉ૦ દેવવિજ્યજી –શાસ્ત્રદ્રષ્ટિએ જે વાત છે તે બધાને માન્ય છે, પણ વર્તમાન દ્રષ્ટિએ તેમાં પરિવર્તન કરવું જોઈએ. પરિવર્તન થયા કરે છે. - પં ધર્મવિજયજી–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પણ શાસ્ત્રીય છે; પણ તે શાસ્ત્રના બાધક ન હોવા જોઈએ.
ચંદ્રસાગરજી–બધા ઠરાવનો નિર્ણય કરી પછી શ્રાવકોને બોલાવવા જોઈએ.
વિદ્યાવિજયજી–મેં પહેલાં કહ્યું હતું, તેમ વિલંબ કરવામાં મ્યુનિસીપાલીટીની નોટીસ આવી તે બધું કામ રહી જશે. ગૃહસ્થ રહેશે તે આપણે પણ દાક્ષિણ્યતાથી કામ કરી શકીશું. વિલંબ કરવામાં સારું નથી. એક તે તડકે ખાઈએ છીએ અને મંડપ ઉપર આપણા લીધે રેજનું ભાડું ચડે છે; છતાં અહીં કામ કરવું હોય તે અહીં કરે, એમાં મને કંઈ વાંધો નથી. - વલ્લભરિજી–ગૃહસ્થોને બેલાવવાની જરૂર હોય તો બોલાવો, નહિ તો ના પાડે. વિદ્યાવિજયજી–અનિષિદ્ધમ અનુમતમ.
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org