________________
દિવસ સત્તર ચારે બાજુથી સંમતિના અવાજે આવ્યા. જે કે ૫૦ રામવિજયજીનું ગ્રુપ શાંત હતું. બહાર ખબર આપવાથી એ ત્રણે સદ્દગૃહસ્થ અંદર આવ્યા, જ્યારે બે ઉપર ઘડિયાળે વીશ મિનિટ બતાવી હતી. તેમણે કેશરિયાજી અંગેની બધી પરિસ્થિતિથી મુનિઓને વાકેફ કર્યા.
આથી મુનિ મંડળે કેશરિયાજી તીર્થ વિષે જે ઠરાવ હજી પતાવ્યો ન હતો, તે હાથ ધર્યો ને ઘટતા સુધારા વધારા સાથે એકી અવાજે પસાર કર્યો. આથી આખી મુનિ મંડળીમાં આનંદ આનંદ છવાઈ રહ્યો ને ઠરાવમાં વિલંબ થવાને કારણે ઉદેપુરના સત્તાધીશો, એને જે મનફાવત અર્થ કરી રહ્યા હતા, તેને સખ્ત ફટકે પડો. કેશરિયાજી તીર્થ માટે બધા જ જેનેની એક સરખી લાગણી છે, અને પદ્ધતિમાં ગમે તેવો મતભેદ હોવા છતાં શ્રી શાંતિવિજયજીએ આપેલ આત્મભોગની પ્રશંસા કરે છે; તથા એ જ કહીને એમને પિતાનું પીઠબળ આપે છે એ બતાવી આપ્યું.
નક્કી થયેલે ઠરાવ પંશ્રી રામવિજયજીએ નીચે મુજબને વાંચી સંભળાવ્યો હતો.
અમદાવાદમાં મળેલ અ. ભાઇ જે. . મૂર્તિપૂજક સાધુ સંમેલન શ્રી કેશરિયાજી તીર્થના સંબંધમાં વિકટ પરિસ્થિતિને અંગે કોઇ મૂળ ના હક્કને અબાધિત રાખવા માટે, શ્રી શાંતિવિજયજી વર્તમાનમાં જે યોગ્ય પ્રયત્ન કરી રહેલ છે, તેને અંતઃકરણપૂર્વક અનુમોદન આપે છે અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓને ભલામણ કરે છે કે એ માટે સત્વર ઉપાય લે.”
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org