________________
કાર્યવાહી
૫. ગુરુપૂજન, જ્ઞાનની ઉપજ અને મકાનો આદિ ઉપર સાધુઓએ અંગત હક ન રાખવું જોઈએ. ૫ તીર્થોની વ્યવસ્થા
તીર્થોની વ્યવસ્થાના પ્રશ્નમાં તેઓ બધા એકમત થયા હતા અને નીચેના ત્રણ કરો ઘડ્યા હતા.
૧. તીર્થોની યોગ્ય વ્યવસ્થા માટે શેઠ આણંદજી કલ્યાણછની પેઢી તરફથી એક કમીટી નીમાવી જોઈએ કે–જે કમિટિ તીર્થ સંબંધી વ્યવસ્થા કરે અને તીર્થ સંબંધી યોગ્ય માહિતી મેળવી આગેવાન સાધુઓને તથા આગેવાન શ્રાવકોને જ્ઞાત કરે.
૨. તીર્થોના સંબંધમાં વિદ્વાન સાધુઓએ જાણકાર રહેવું જોઈએ.
૩. તીર્થોને જીર્ણોદ્ધારાદિનું કાર્ય કરનારાઓને આ સમેલન ભલામણ કરે છે કે મૌલિક અને પ્રાચીન શિલ્પકળા હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવી જોઈએ. ૬ સાધુસંસ્થામાં જ્ઞાનાદિકને પ્રચાર
સાધુસંસ્થામાં જ્ઞાનાન્નેિ પ્રચાર કેમ થાય એ વિધ્યમાં તેઓએ નીચે મુજબ અભિપ્રાય આપે છેઃ
૧. આગમશાસ્ત્રોને અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે આગમના જાણકાર મુનિએ સાધુઓને કરાવવો જોઈએ.
૨. સાધુઓની દર્શનશુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે નિરંતર કરવા જોઈએ.
૩. ચારિત્રક્રિયામાં સાધુએ તત્પર રહે તેની કાળજી પણ વડીલે અવશ્ય રાખવી જોઈએ.
આ સંબંધમાં શ્રી નંદનસૂરિજી સિવાયના ત્રણે જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org