________________
તેરમે દિવસ ચૈત્ર સુદ ૧, શુક્રવાર તા. ૧૬ માર્ચ, ૧૯૩૪
આજે શ્રી વિજયનેમિસુરિજી કાંઈક મેડા આવતા, કાયને પ્રારંભ નિયત સમય કરતાં મેડે થયો હતો. શરૂઆતમાં ઉપાધ્યાય શ્રી દેવવિજયજીએ ત્રણ પ્રશ્નો રજુ કર્યા હતા.
(૧) શ્રી હરિભદ્રસૂરિજી પછી બીજાધાન માટે અષ્ટાધિક વર્ષમાં દીક્ષા આપવામાં આવે છે, તે ઉત્સર્ગથી કે અપવાદથી?
(૨) આજ્ઞા વગર શિષ્યનિષેટિકા દેષ લાગે કે નહિ ?
(૩) માબાપની રજા વગર તેમને રેવડાવી દીક્ષા અપાય છે, તે શાસ્ત્રસંમત છે કે કેમ ?
માણેક્યુનિછ આવી રીતે ચર્ચામાં દિવસેના દિવસો વીતી જશે, તે પણ પાર નહિ આવે.
સાગરાનંદસૂરિજી—આ પ્રશ્ન ચાલુ દીક્ષાવિષયક હેવાથી શાસ્ત્રદષ્ટિએ તેનો નિર્ણય થ જોઈએ. એ ત્રણે પ્રશ્નોને ઉત્તર આ છેઃ
(૧) આઠ વર્ષ પછી બીજાધાન માટે દીક્ષા આપવી ઉત્સર્ગ છે.
(૨) સોળ વર્ષ પહેલાં દીક્ષા આજ્ઞા વગર અપાય તે શિષ્ય નિટિકા દેશ લાગે, પણ ૧૬ વર્ષ પછી તે દેષ લાગતો
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org