SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ દશમે અનુચિત છે? હું તે કહું છું કે રાજ્યે જે કાંઈ કર્યું છે, તે સારું જ કર્યું છે. વલ્લભસૂરિજી–આઠ વર્ષ પહેલાં જ બાળ ગણાય છે, તે પછી બાળદીક્ષાની વાત જ ક્યાં રહે છે? લેકવ્યવહારથી જે બાળ કહેવાય છે, તે લેકવ્યવહારને માનવો જોઈએ; માટે આઠ વર્ષની અંદરના બાળકને દીક્ષા અપાય કે નહિ તે વાતનો વિચાર કરે. ૫. રામવિજયજી–આઠ વર્ષની અંદરનો બાળક દીક્ષાને ગ્ય નથી, અને ઉપરને યોગ્ય છે એમ જ ને ? સાગરાનંદસૂરિજી આઠ વર્ષની અંદરનાને શાસ્ત્રો બાળ કહે છે. આપોલરામ ચણ: એ વ્યવહારિક છે; જન્મથી આઠ વર્ષ સુધી અહીં બાળ કહેવાય છે. ઉપમિતિમાં બાળસાધુ તરીકનો ઉલ્લેખ છે. માટે આઠ વર્ષ કરતાં વધુ ઉમ્મરવાળો. બાળ નથી એમ પણ ન કહેવાય. એટલે આઠ વર્ષ પછી પણ દીક્ષા આપવામાં બાળ કહી શકાય. વલ્લભસૂરિજી—વ્યવહારથી કે નિશ્ચયથી ? સાગરાનંદસૂરિજીએ આ વખતે શાસ્ત્રો કાઢ્યાં. વિજયવલ્લભસૂરિજીએ આ વખતે આચારાંગ સૂત્રનો એક પાઠ કાઢી આપી, એમ જણાવ્યું કે યુવા, મધ્યમ અને વૃદ્ધ એ ત્રણ (શનિ રવિ) વય ધર્માચરણને એગ્ય બતાવવામાં આવી છે. સાગરાનંદસૂરિજી–પહેલાં આ કયો અધિકાર છે, એ નક્કી કરવું જોઈએ, - વલ્લભસૂરિજી–ગઈ કાલે તમે જ આ અધિકારને દીક્ષાધિકાર કહ્યો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy