________________
નવમા દિવસ ફાગણ વદ ૧૨, સોમવાર તા. ૧૨ માર્ચ, ૧૦૪ | ગઈ કાલે દેઢ કલાક્ના એકધારા મૌને સાધુસંમેલનની કાર્યવાહી માટે સમાજમાં બહુ ચકચાર જગાડી હતી. અને તેથી આજે દીક્ષાનો પ્રશ્ન કોણ છેડશે, તે માટે ભારે અટકળો ચાલી રહી હતી. પ્રાતઃકાળથી તે માટે હસ્તલિખિત તથા મુકિત ગ્રંથ ચૂંટીને સાધુસંમેલનના મંડપમાં પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તે માટે જ ખાસ બે કબાટો મૂકાયા હતા.
૧–૦ વાગતાં આ મંડપ સાધુઓથી ચિકાર ભરાઈ ગયે હત, ને બરાબર ૧–૫ વાગતાં કાર્યને પ્રારંભ થયો હતો. પ્રથમના દિવસની ધમાલ અને ગરબડ હવે લગભગ અદ્રશ્ય થયાં હતાં ને ૩૦ જણની કમિટિ શાંતિપૂર્વક કામ કરી રહી દેખાતી હતી. ચર્ચાને પ્રારંભઃ
કાર્યના પ્રારંભમાં શ્રી રંગવિમલજીએ જણાવ્યું, કે જે લેકે દીક્ષા જેવી વસ્તુને અયોગ્ય અયોગ્ય કહીને પોકારે છે, એવા સાધુઓ અને ગૃહસ્થો પાસે આપણે જવાબો માગવા જોઈએ, કે તમે દીક્ષાને અગ્ય શા માટે કહે છે ? અને તેના ઉપર વિચાર કરવો જોઈએ.'
એક અવાજ–જે વિષયે આપણે ચર્ચવાના છે, તે જ વિષયે ચર્ચો તો ઘણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org