________________
કાર્યવાહી બાતલ થવું કે બાતલ કરવા. આ સંબંધમાં પણ ઘણું રસાકસી ભરી ચર્ચા ચાલી. બધાએ ઉપરના નિર્ણયને પોતાની અનુમતિ આપી. હાથ ધરાએલ ૧૦ મે વિષય
ત્યારબાદ ૧૧ વિષયો પૈકીને ૧૦ મો વિષય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા સંપ્રદાયોને પક્ષ તરફથી જૈન ધર્મ ઉપર જે આક્ષેપ થઈ રહ્યા છે, તે વાત ચચીં તેને ગ્ય પ્રતિકાર કરવા માટે નીચેના પાંચ સભ્યની એક એક કમીટી મુકરર થઈ હતી.
(૧) શ્રી સાગરાનંદસૂરિજી (૨) શ્રી વિજયલબ્ધિસૂરિજી (૩) પંન્યાસ શ્રી લાવણ્યવિજયજી (૪) મુનિ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિ શ્રી દર્શનવિજયજી. (દિલ્હીવાળા)
આ કમીટીમાં બીજાં નામ ઉમેરવાં કે કેમ તે સંબંધી પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, પણ આજનો વખત પૂરો થઈ જવાથી તે પ્રશ્નનો વિચાર આવતીકાલ ઉપર કરવાનો બાકી રાખી સભા વિસર્જન થઈ હતી. સારાંશ
બધા મુનિઓ પાસેથી આવેલા ૧૦૦–૧૧૦ ચર્ચા કરવાના વિષયમાંથી કેવલ ૧૧ નક્કી કર્યા. શ્રી સાગરાનંદસૂરિજીએ પત્રોમાં સમાચાર આપનારને શોધી કાઢી કાલે નામ આપવાની ચેલેંજ સ્વીકારી અને તેમ થાય તે કમિટીમાંથી તેને રદબાતલ કરવાનો ઠરાવ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org