________________
દિવસ પાંચમા બે મિનિટ ને ૭૨ ની ચૂંટણી થઈ છે. તેમાંથી ર૪ કે ૨૬ ચુંટવા સર્વોત્તમ છે.
માણિક્યસિંહસૂરિજી–ગઈ કાલે મેં સૂચના કરી હતી કે કે હર માંથી ૩૬ કરે. ફરી આજે નવી યોજના કેમ કરે છે? - કીર્તિમુનિજી–વિદ્યાવિજયજી મહારાજે જે કહ્યું કે પાંચ પાંચ દરેક ગ્રુપમાંથી લેવા, તે ફરી વિરોધ શા માટે કરાય છે ? તેમ શ્રી વલ્લભસૂરિ મહારાજે પણ કહ્યું હતું કે જેને વિરોધ હોય તે હાથ ઊંચા કરે.
ચરણવિજયજી–વિરોધ નથી પણ ૭ર માંથી લે એમ અમે કહીએ છીએ.
માણિક્યસિંહસૂરિજી–દરેક ગ્રુપમાંથી ૭રમાં જે ચૂંટાયા છે તેમાંથી પાંચ પાંચ લેવા.
ઉ૦ સિદ્ધિમુનિજી–પાંચ પાંચની સંમતિ આપી પણ ગ્રુપમાં વાં આવે તે શું કરવું? ગ્રુપની સાથે બંધાઈ ગયા નથી.
માણિકસિંહસૂરિજી–૭ર માંથી જ લેવા.
ઉ૦ સિદિમુનિજી–હું તે ગ્રુપમાં અથડામણ ન થાય તે માટે વાત કરી રહ્યો છું. આ પરિસ્થિતિ સુધારવી જોઈએ.
સાગરાનંદસૂરિજી–એથી ૬૨નું ધોરણ સ્વીકારવાનો પ્રસંગ આવી પડે છે.
માણિક્યસિંહસૂરિજી–તે પહેલાનું ધોરણ રાખવું.
આ પછી થોડી ચર્ચાને અંતે ગ્રુપની રીતિએ ચૂંટણીની શરૂઆત થઈ. તેમાં ચાર ગ્રુપ ચાર દિશામાં બેસે છે એ ધેરણથી દરેક ગ્રુપમાંથી પાંચ પાંચ અને શાખા તરીકે વિમલ, સાગર, તથા મુનિ ગચ્છમાંથી એક એક એમ ચૂંટણી કરવામાં આવી. જેનું પરિણામ નીચે મુજબ આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org