________________
પાંચમો દિવસ ફાગણ વદ ૮, ગુરુવાર તા. ૮, માર્ચ, ૧૯૩૪
દિનપ્રતિદિન હજારે હૈયાને નિરાશા અને અશ્રદ્ધાથી ભરી દેતું, સાધુસંમેલનનું કાર્ય કીડી વેગે આગળ વધી રહ્યું હતું. તાજુબીની વાત તે એ હતી, કે પશ્ચિમના જે દેશને જડવાદી ગણી, આ સાધુમહારાજાઓ પૈકીના ઘણખરા પેટ ભરીને નિંધ કરતા હતા, તે દેશ મેટાં મોટાં કાર્યો બે કે ત્રણ દિવસમાં સમેટી લે છે, એટલું જ નહિ, પણ અમેરિકા જેવા દેશેની કેડે ડોલરની ધીરધાર કરનારી બેન્કોના સરવાળા, અર્ધા કલાકમાં ડીરેકટર પસાર કરી દે છે, ત્યારે એક સામાન્યમાં સામાન્ય બાબત, જે પાંચ મિનિટમાં પતાવવી જોઈએ તેને પાંચ દિવસ પસાર થઈ ગયા હતા! આજના સાધુઓની મનોદશા !
સાધુમંડળમાં થતી ચર્ચા સાધુઓની મનોદશા કયા પ્રકારની હતી તે સ્પષ્ટ બતાવી આપતી હતી. સભા કે પરિષદનું તેમને રજ માત્ર ભાન ન હોય તેમ કાર્યવાહી જતાં દષ્ટિગોચર થતું હતું. તેમાંના ઘણું ખરા પિતાની જિંદગીમાં પહેલી જ વાર પરિષદમાં બેસનારા હતા અને આજની સાધુસંસ્થામાં છેલ્લા વર્ષોમાં ચમેલી ભરતી એટલી સંસ્કારવિહીન દેખાતી હતી કે નથી તેમને ભાષા સમિતિનું ભાન, નથી તેમને વખતની કિંમત, નથી તેમને
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org