________________
મંત્રણની જે યોજના થયેલી, તેમાં પણ તેમને નાને અને હિસ્સા નહોતા. બીજા શબ્દોમાં કહું તે એ યોજનામાં તેમને ફાળો ઘણો મોટો હતો. તે પેજના પાર પાડવા તેમણે ભૂખ કે તરશ, રાત કે દિવસ, સગવડ કે અગવડ કશા સામે જોયું ન હતું. કેટલીક વાર કુદરત પણ કાર્ય કરનારની કસોટી કરે છે. મને બરાબર યાદ છે કે દહેગામ મંત્રણની યોજના થઈ તે વખતે તેમનાં માતા પથારીવશ હતાં; ખાસ સગાને ત્યાં લગ્ન હતું, મકાનની ફેરબદલી થઈ હતી, સાહિત્ય પ્રકાશનની અનેકવિધ યોજનાઓનો બેજો શીરે હ; છતાં જરા પણ ખચકાયા વિના એ યોજનાઓ ઉપાડી લીધી. જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં ત્યાં જાતે જઈને, માણસ મોકલીને યા પ્રચાર કરીને પણ તેને સફળ બનાવવા ભગીરથ પુરુષાર્થ સેવ્યો. આ કારણે મારું દ્ધ મન્તવ્ય છે કે આ ગ્રંથ તૈયાર કરવા માટે તેઓ પૂરેપૂરા અધિકારી છે; અને વાચકે આ પુસ્તકને સાયંત વાંચી મારા અભિપ્રાયને મળતા થશે, એમ માનું છું. તેમણે આ ગ્રંથ તૈયાર કરવામાં પૂરે પૂરે શ્રમ ઉઠાવ્યો છે અને પૂરતી તટસ્થતા જાળવી છે, એમ તેમાં આપેલી માહિતી પરથી સાફ જણાઈ આવે છે.
આ ગ્રંથના ત્રણ વિભાગો કરવામાં આવ્યા છે. (૧) પૂર્વરંગ (૨) કાર્યવાહી (૩) પસ્યાદ્ અવલોકન
પૂર્વ રંગમાં સાધુ સંસ્થાને ગૌરવ ભર્યો ઇતિહાસ આંતરકલહથી કેમ ઝાંખો પડતે ગયો અને આખરે તે કઈ સ્થિતિએ પડે તે દર્શાવી વર્તમાન સંમેલન ભરવાની તાત્કાલિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org