________________
સત્ય હંમેશાં જીવતું જ રહેવું જોઈએ !
પૂર્વ મહર્ષિઓના કાળમાં જૈન પંચાંગ ગણિતનો વિચ્છેદ થતાં પૂર્વ મહર્ષિઓએ અજૈન પંચાંગ ગણિતનો સ્વીકાર કર્યો. કારણ અત્યમાં પણ જે કાંઈ સારું છે, તે જૈનશાસન સિદ્ધાંતના જ બિંદુઓ છે, એવું શ્રી જિનવચન છે. “ઉદયંમિ જા તિહિ સા પમાણ અને ક્ષયે પૂર્વ તિથિઃ કાર્યા વૃદ્ધો કાર્યા તથોરા'ના સિદ્ધાંતાનુસાર તિથિદિન નિર્ણય અને આરાધનાની પરંપરા એકસરખી ચાલી આવે છે. વિક્રમના અગ્યાર-બારમા સૈકામાં મમત્વાદિ કારણે નીકળી પડેલા અલગ અલગ ગચ્છોમાં એ સૈદ્ધાંતિક માન્યતા જળવાઈ નહિ અને તેમાં મતિકલ્પનાથી વિકતિ આવી ગઈ. પરંતુ તપાગચ્છ પરંપરામાં તો એ સિદ્ધાંત એકસરખો જળવાઈ રહ્યો. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ પછીના થોડા સમયમાં શ્રમણસંસ્થામાં વ્યાપેલી કારમી આચારવિષયક શિથિલતાએ ધીમે ધીમે વિચાર અને પ્રરૂપણાની શિથિલતાને પણ વ્યાપક બનાવી. પરિણામે મૂળ સિદ્ધાંત માર્ગ અનેક સ્થળે અનેક રીતે રંધાયો. તે પૈકી જ એક રોધ તિથિ નિર્ણય-આરાધનાને પણ લાગુ પડ્યો. યતિ-શ્રીપૂજ્યોની અંધાધૂંધ પ્રરૂપણાઆચરણાએ અસત્યને જ સત્ય માનવા જનસમૂહને પ્રેર્યા. એમાંથી એકે કર્યું ને બીજાએ ચલાવ્યું' જેવી અંધ પરંપરા ચાલી. સંવેગી-સુવિહિત મહાપુરુષોએ સમયે સમયે એની સામે અવાજ ઉઠાવવા ઉપરાંત ઘણું ઘણું સહન કરીને સિદ્ધાંત માર્ગને જાળવી રાખવા તનતોડ પ્રયત્નો જારી રાખ્યા. કારણ કે સત્ય સિદ્ધાંત જીવતો રહેવો જ જોઈએ. એ જીવે એમાં જ ભવ્યાત્માઓનું હિત છે. પરિણામે આજના વિષમ સંયોગોમાં પણ સિદ્ધાંત અનુસાર તિથિદિન નિર્ણય અને આરાધના કરવા ઈચ્છનાર જિનાજ્ઞા પ્રેમી તપાગચ્છની સામે એ વિષયક નિર્ભેળ સત્ય જીવતું ને જાગતું રહ્યું છે.
પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ નહિ – જોડીયાં પર્વ કાયમ રાખવા જ જોઈએ' જેવા અશાસ્ત્રીય તુક્કાઓને સકળ તપાગચ્છ ઉપર પરંપરા'ના નામે - some ડી . -- 8 -.કપરૂ એ છે મ તેમ I ગરીના . તો જ કપલ અને પા કર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org