________________
વિ. સં. ૧૯૬૧માં પાછો એવો જ સંવત્સરીનો પ્રશ્ન આવ્યો. આ વખતે શ્રી સાગરજી મહારાજ પણ ઢીલા પડ્યા. એમણે કહ્યું કે, “આખો સંઘ ગાંડો થયો છે. હું એકલો રહી શકું તેમ નથી.” સૌની સાથે ભળી ગયા અને ઉદયાત્ ચોથની
સંવત્સરી કરી.
ફરી ૧૯૮૯માં એનો એ જ પ્રસંગ આવ્યો. આ વખતે વળી સુરતમાં શ્રી સાગરજી મહારાજ જુદા પડ્યા. બીજો પણ અલ્પ વર્ગ તેમની સાથે આ વખતે ભળ્યો. આ. શ્રી વિ. નીતિસૂરિજી મહારાજે શું જણાવ્યું હતું ?
આ વખતે (વિ. સં. ૧૯૮૯માં) તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી મ. ની આજ્ઞાથી એમના શિષ્ય ઉપાધ્યાય શ્રી દયાવિજયજીએ ‘પર્યુષણ પર્વતી તિથિનો વિચાર અને સંવત્સરી નિર્ણય' નામની પુસ્તિકા બહાર પાડી તેમાં એમ જણાવ્યું કે
—
“આ વખતે જોધપુરી પંચાંગમાં ભા. સુ. ૪ (ચોથ) પછીની સુદી-પનો ક્ષય છે અને પાંચમ એ પર્વતિથિ છે. તે સંબંધમાં શ્રી ઉમાસ્વાતિ વાચકના વચનો શાસ્ત્રમાં સંભળાય છે કે ઃક્ષયે પૂર્વા તિથિ: વાર્યા, વૃદ્ધો હાર્યા તથોત્તરત્ન પર્વતિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિ કરવી અને વૃદ્ધિ હોય તો પછીની તિથિ કરવી. એટલે જ્યારે તિથિની હાની ને વૃદ્ધિ હોય ત્યારે ઉપરના નિર્ણયને અનુસરી તિથિ સંબંધી ધર્મકૃત્યો કરવાં. એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પૂર્વની તિથિએ એ પર્વ સંબંધી બધાં કૃત્યો કરવાં અને વૃદ્ધિ હોય તો પછીની તિથિએ કરવાં.”
“હવે આ વખતે ભાદરવા સુદી પાંચમનો ક્ષય છે. પણ પાંચમ પર્વતિથિ હોવાથી તેનો ક્ષય ન થાય માટે તેનું કાર્ય ભાદરવા સુદિ ચોથે કરવું જોઈએ અને ભાદરવા સુદી ચોથ સૂર્યોદય સમયથી માંડી ચાર ઘડી અને એક પળ સુધી હોવાથી અને તે પ્રધાન વાર્ષિક (પર્વ) રૂપ હોવાથી તેનું કૃત્ય પણ ચતુર્થીએ કરવું જોઈએ. એટલે વાર્ષિક પર્વના કૃત્યમાં પંચમીના કૃત્યનો સમાવેશ થાય."
-પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ
Jain Education International
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org