SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ્રસ્તુત પ્રાકૃત-વિજ્ઞાન-પાઠમાલાની પ્રકાશિત થતી આ બીજી આવૃત્તિના પ્રસંગે મારે કાંઈ લખવું એ પ્રેરણાથી અહિં થોડું લખવા પ્રવૃત્ત થયો છું. પ્રાકૃત ભાષાનું વિજ્ઞાન આપનારી આ પાઠમાલાની રચના જૈન સમાજમાં સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીવિજ્યનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય, આચાર્ય શ્રીવિવિજ્ઞાનસૂરિજીના સુશિષ્યરત્ન પં. શ્રી કસ્તૂરવિજયજી ગણુએ સં. ૧૯૯૫ માં કરી હતી. આ પાઠય. ગ્રન્થની પહેલી આવૃત્તિ સં. ૧૯૯૬ માં નેખિવિજ્ઞાન-ગ્રન્થમાલાને પ્રથમરત્ન તરીકે પ્રકટ થયા પછી, સ્તંભન પાર્શ્વનાથ-મહાભ્ય, આ મહાકહા, ઘણુવાલકહા, કરુણરસદબ જેવાં બીજાં રત્નને પ્રકાશમાં મૂકયા પછી, ગુરુજીએ તેમની યોગ્યતા જોઈ વિચારી, તેમની ગુરુ-ભક્તિથી પ્રસન્ન થઈ તેમને આચાર્ય પદવીથી વિભૂષિત ક્ય છે; એથી હવે તેઓ શ્રીવિજયકસ્તુરસૂરિજી એવા નામથી પ્રખ્યાત થયા છે. એ જાણુને પાઠકે પ્રમોદ પામશે. આ ગ્રંથના. નામમાં શબ્દ-શ્લેષથી જડેલું વિજ્ઞાનપદ, એ ગ્રંથકારે કરેલું ગુરજીનું ચિરસ્મારક અને તેની કૃતજ્ઞતાનું ઘાતક ચિહ્ન છે. એ . બુદ્ધિશાળી વાચકે સહજ સમજી શકે તેમ છે. આ પાઠ્ય પુસ્તિકા છેલ્લા કેટલાક સમયથી દુષ્માપ્ય–અપ્રાપ્ય થઈ પડી હતી, અને તે માટે પાઠકે તરફથી માગણું ચાલુ હતી. એથી હાલમાં કેટલીક અનુકૂલતા થતાં, તેની આ બીજી આવૃત્તિ થોડા સુધારા-વધારા સાથે પ્રકાશમાં આવે છે. સાતેક વર્ષના અંતરે આવી રીતે આની પુનરાવૃત્તિ થવી–એ આ પાઠ્ય પુસ્તકની પ્રિયતાને પ્રદર્શિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001734
Book TitlePrakrit Vigyana Pathmala
Original Sutra AuthorN/A
AuthorOpera Jain Society Sangh Ahmedabad
PublisherOpera Jain Society Sangh Ahmedabad
Publication Year1988
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Education, & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy