SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૫૩-૨૬૪ | ભાવાનુવાદ (૨૫૩) અંતમુહુર્ત કાળ સુધી અસંખ્યગુણહીનક્રમે કિટિઓ કરે છે. અને જીવપ્રદેશને અસંખ્યનુક્રમે બેચે છે. કિદિગુણકાર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. કિદિગુણકાર એટલે (૧) ઉત્તરોત્તર સમયે કરાતી કિહિએને જે ગુણક દ્વારા ગુણવાથી પૂર્વપૂર્વ સમયે કરેલી કિટિઓની સંખ્યા પ્રાપ્ત થાય તે ગુણક. (૨) અથવા જીવના એક પ્રદેશને આશીરીને વિવક્ષિત કિટ્ટિના વીર્યાવિભાગોને જે ગુણક દ્વારા ગુણવાથી તેની અનંતર ઉપરની કિટિના રસાવિભાગે પ્રાપ્ત થાય તે ગુણક. (૩) અથવા વિવક્ષિત કિદિમાં રહેલા સર્વ જીવપ્રદેશના વીર્યાવિભાગને જે ગુણક દ્વારા ગુણવાથી તેની અનંતર ઉપરની કિટ્રિમાં રહેલા સર્વ પ્રદેશના વીર્યાવિભાગે પ્રાપ્ત થાય તે ગુણક. (૨૫૫) કિટ્રિકરણની સમાપ્તિના અનંતરસમયે પૂર્વ-અપૂર્વસ્પર્ધકોને નાશ કરે છે અને ત્યારથી માંડી અંતમુહૂર્ત સુધી કિટિંગત વેગ પ્રવર્તે છે. (૨૫૬) સૂક્ષ્મકાયેગને નિરોધ કરનાર જીવને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું ધ્યાન હોય છે. સોગિકેવલિગુણસ્થાનકના ચરમસમયે બાકી રહેલી સર્વ ગકિઠ્ઠિઓને નાશ કરે છે. (૨૫૭-૧૫૮-૫૯) ઉદયવિચ્છેદ-વેદનીયની બે પ્રકૃતિમાંથી એક (શાતા કે અશાતા), ઔદ્યારિક શરીર, દારિક અંગે પાંગ, તેજસકામણ શરીર, ૬ સંસ્થાન, ૧લું સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શુભાશુભખગતિ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, નિર્માણ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ આ ૨૭ પ્રકૃતિના ઉદયને વિદ થાય છે. સુસ્વર, દુઃસ્વર અને ઉચ્છવાસનામકર્મને ઉદયવિચછેદ પહેલાં થયેલો છે. (૨૬૦) સગિકેવલિગુણસ્થાનકના ચરમસમયે (1) કિદિ (૨) રોગ (૩) સ્થિતિઘાત અને રસઘાત (૪) નામ અને ગેત્રની ઉદીરણ (૫) લેશ્યા (૬) બંધ (૭) સૂફમક્રિયાપ્રતિપાતી ધ્યાન આ ૭ પદાર્થોને વિછેદ થાય છે. (૨૬૧) અનંતરસમયે અગિકેવલિગુણસ્થાનકને સ્પર્શ વ્યવચ્છિન્નક્રિયાપ્રતિપાતી નામનું ચોથું શુક્લધ્યાન અને અંતર્મુહૂર્તકાલપ્રમાણ શૈલેશી પ્રાપ્ત કરે છે. | (૨૬૨-૩૬૩-૨૬૪) અલેશી અને અગી કેવલિભગવાન આયોજિકાકરણ વખતે નવા રચાયેલા કર્મ પ્રદેશને અસંખ્યગુણકમથી ખપાવે છે. અયોગિકેવલિગુણસ્થાનકના દ્વિચરમસમયે (કપાત્ય સમયે) ૬ સંસ્થાન, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશ ૬ સંઘયણ અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉછુવાસ ઔદારિકાદિ ૫ શરીર, પ સંઘાતન, શુભાશુભવિહાગતિ, દેવગતિ, દેવાનુપૂર્વી, ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ, ૧૫ બંધન, નિર્માણ, ૩ અંગે પાંગ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, અપર્યાપ્ત, શાતા અથવા અશાતા, અને નીચત્ર આ ૮૨ પ્રકૃતિઓને સત્તામાંથી વિચ્છેદ થાય છે. ૧ વચનગના નિરોધ વખતે સુસ્વરદુઃસ્વર અને ઉસનિરોધ વખતે ઉસતામકર્મને ઉદય વિચછેદ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001698
Book TitleKhavag Sedhi
Original Sutra AuthorN/A
AuthorPremsuri
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year
Total Pages786
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy