________________
૨૨
ગાથા ૮-૧૦૪]
ભાવાનુવાદ નાશ કરાયેલી ક્રોધની પહેલી સંગ્રહકિષ્ટિની અવાંતરકિઠ્ઠિઓ, કિદિવેદનના પ્રથમસમયે નહીં બંધાતી અવાંતરકિઓિના અસંખ્યાતમાં ભાગપ્રમાણ હોય છે. આ રીતે શેષ સંગ્રહકિલ્ફિની નાશ કરાયેલી અવાંતરકિદિએ તે તે સંગ્રહકિલ્ટિવેદનકાળના દ્વિચરમસમય સુધી જાણવી.
(૧૬૫) વેદ્યમાન (અનુભવાતી) સંગ્રહકિષ્ટિની પ્રથમસ્થિતિ બે અવલિકા પ્રમાણ બાકી રહે ત્યારે વેદ્યમાન સંપ્રહકિદિને આગાલ વિચ્છેદ પામે છે. એક સમય અધિક આવલિકા પ્રમાણુ શેષ હોય ત્યારે જઘન્યસ્થિતિની ઉદીરણું થાય છે અને ઉદયને એ છેલ્લો સમય હોય છે.
(૧૬૬-૧૬૭) સ્થિતિબંધ તથા સ્થિતિસરા-ક્રોધની ૧લી સંગ્રહકિદિના ઉદયના છેલ્લા સમયે મોહનીય સ્થિતિબંધ અંતર્મુહૂર્તન્યૂન ૧૦૦ દિવસપ્રમાણે, જ્ઞાનાવરણ, દશનાવરણ અને અંતરાયને અંતર્મુહર્તન્યૂન ૧૦ વર્ષ પ્રમાણ શેષ ત્રણ અઘાતકર્મનો સંગાતવર્ષપ્રમાણ થાય છે.
મેહનીયની સ્થિતિસત્તા ૬ વર્ષ અને અંતર્મુહૂર્તપૂન ૮ મહિના. બાકી રહેલાં ત્રણ ઘાતિકર્મોની સંખ્યાતવર્ષ અને અઘાતિકર્મોની અસંખ્યાતવર્ષ જાણવી.
(૧૬૮) ક્રોધની ૨જી સંગ્રહકિદિનું વેદન–અનંતર સમયે ક્રોધની ૨જી સંગ્રહ કિદિની સર્વ અવાંતરકિઓિમાંથી પ્રદેશો ખેંચીને અંતર્મુહર્તસ્થિતિના ઉત્તરોત્તર નિષેકમાં અસંખ્યાતગુણક્રમથી નાંખી ૨ જી સંગ્રહકિદિની પ્રથમસ્થિતિ કરે છે. અને તે જ સમયથી ક્રોધની ૨ છ સંગ્રહકિદિને અનુભવવા માંડે છે.
(૧૬૯) વેદ્યમાન સંગ્રહકિષ્ટિના પ્રથમસમયે, વેદ્યમાન સંગ્રહકિષ્ટિની પહેલાંની સંગ્રહકિદિનું બે સમયપૂન બે આવલિકામાં નવું બંધાયેલું અને ઉદયાવલિકામાં રહેલું દલિક શેષ રહે, કારણ કે બાકીનું સર્વ દલિક સ્વવેદનના ચરમસમયે એની પછીની સંગ્રહકિદિરૂપે પરિણામ પામી જાય છે.
(૧૭૦) કિદિને બંધ, ઉદય, નાશ, સંક્રમ, અપૂર્વઅવાંતરકિદિઓનું બનાવવું, અવાંતરકિદિઓનું અ૫બહત્વ અને સંગ્રહકિદિઓના પ્રદેશોનું અલ્પબદ્ધત્વ ક્રોધની ૧ લી સંગ્રહકિદિના વેદનકાળમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ક્રોધની ૨ જી સંગ્રહકિદિના વેદકાળમાં પણ સમજવું.
(૧૭૧) વેદ્યમાન કષાયની જે સંગ્રહકિષ્ટિ અનુભવાતી હોય, તે જ સંગ્રહકિદિ બંધાય. અવેદ્યમાનકવાયની ૧ લી જ સંગ્રહકિદિ બંધાય, પણ અન્ય સંગ્રહકિદિ બંધાતી નથી.
(૧૭૨–૧૭૩) ક્રોધની ૨જી સંગ્રહકિદિવેદનના ચરમસમયે મેહનીયને સ્થિતિબંધ અંતર્મુહૂતપૂન ૮૦ દિવસ, શેષ ત્રણ ઘાતિકને વર્ષપૃથકૃત્વ, ત્રણ અઘાતિને સંખ્યાત હજાર વર્ષ થાય છે. મેહનીયની સ્થિતિસત્તા ૫ વર્ષ અને અંતર્મુહુર્તજૂન
૧. એક આવલિકા અધિક બીજા તૃતીય ભાગપ્રમાણુ. જુઓ-ટિપ્પણુ પૃ. ૧૫ ઉપર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org