SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ||૭|| प्र ति ष्ठा क મ अञ्जन शलाका प्रति ष्ठा दि विधि વાંચન કરતા કરતા... सकलार्हत्प्रतिष्ठान-मधिष्ठानं शिवश्रियः । भूर्भुवः स्वस्त्रीयशानमार्हन्त्यं प्रणिदध्महे || અર્હદ્ભાવ સાથે અનુસંધાનઃ- અનંતાનંત અરિહંત પરમાત્મામાં એક સમાન રીતે રહેલ..... મુક્તિલક્ષ્મી મેળવવાનું મૂળબીજ, સ્વર્ગ-પૃથ્વી-પાતાલ ત્રણે લોકનું સ્વામિત્વ એટલે અર્હદ્ભાવ. જિનબિંબમાં સ્થાપના નિક્ષેપે અર્હદ્ભાવ-આર્હત્ત્વની પ્રતિષ્ઠા/સ્થાપના કરવાનું પરમોચ્ચકોટિનું વિધાન એટલે પ્રતિષ્ઠાકલ્પ. અપૂર્ણ-છદ્મસ્થ એવા આપણે પરમપૂર્ણતાને પામેલ પરમેશ્વરની પ્રતિષ્ઠા કેવી રીતે કરી શકવાના ? સરાગી એવા આપણે વીતરાગી પ્રભુમાં પરમાત્મત્વના પ્રાણનું આરોપણ કેવી રીતે કરી શકવાના ? વામન એવા આપણે વિરાટ્ વ્યક્તિમાં પરમોચ્ચશક્તિની સ્થાપના ક્યાંથી કરવાના ? છતાં' ય પ્રતિષ્ઠાકલ્પના એક એક વિધાન દ્વારા આત્માનું અનુસંધાન પરમાત્મા સાથે જોડવા પ્રયત્ન કરવાના. પરમાત્માના જીવનની લૌકિક અને લોકોત્તર પ્રત્યેક પ્રવૃત્તિ સાથે તાલ મિલાવવાના. પરમાત્માની આત્મકલ્યાણકારિણી પાંચે કલ્યાણકની ઉજવણીમાં ઓત-પ્રોત બની જવાનું. આ સર્વ વિશુદ્ધવિધિ-વિધાન દ્વારા પ્રકટેલ અંતરંગભાવની નિર્મળતા પરમાત્મા પ્રત્યે સંપૂર્ણ સમર્પણભાવ ઉત્પન્ન કર્યા વિના નહિ રહે. વિવિધ પ્રતિષ્ઠાલ્યોઃ- પરમાત્મા સાથે અનુસંધાન જોડવાનું સામર્થ્ય, પૂર્વના મહાપુરુષોની સાત્ત્વિકતા, સંયમિતા, Jain Education International For Private & Personal Use Only 7__F_” જ ર ા જ ર 11911 www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy