________________
||||
× Exams દ
अञ्जन
शलाका
प्रति
ठा
दि
विधि
પ્રકાશન કરતા કરતા...
સુવર્ણપૃષ્ઠનો ઉમેરોઃ- અમારા શ્રીસંઘનું પરમસૌભાગ્ય છે કે જે વિધિ-વિધાન દ્વારા જિનબિંબમાં અર્હદ્ભાવની સ્થાપના થાય છે. તે વિધિનું નિરૂપણ કરતો મહોપાધ્યાયજી શ્રી સકલચંદ્રજી ગણિકૃત પ્રતિષ્ઠાકલ્પ-અંજનશલાકા પ્રતિષ્ઠાદિવિધિ સંશોધિત પાઠ-વિશિષ્ટવિધિઓ-વિવિધચિત્રો સહિત ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ અમોને મળ્યો છે.
લોકોત્તરવિધાનનું નિરૂપણ કરતા આ પ્રતિષ્ઠાકલ્પગ્રંથાનુસાર એકદમ સરળતાથી/સહજતાથી વિધિ થઈ શકે એ આજના સમયની જરૂરિયાત હતી, તે હવે પૂરી થઈ રહી છે. તેમજ ચિત્રો સહિત મુદ્રિત થતા વિધિ વિધાનના પ્રથમ ગ્રંથથી જિનશાસનના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠનો ઉમેરો થઈ રહ્યો છે.
અમોએ અનુભવ્યું અમારી આંખેઃ- પરમોચ્ચ આ વિધાન સર્વાંગસંપૂર્ણ, વિશુદ્ધિ પૂર્વક થાય તો તે સ્થાન કે શ્રીસંઘનો અભ્યુદય થયા વિના રહેતો નથી. અમોએ નજરે નીહાળ્યું છે કે સુરતના ઇતિહાસમાં પ્રાયઃ ૩૦૦ વર્ષ પછી વિ. સં. ૨૦૨૫માં સુરતના ઐતિહાસિક શ્રી ચિંતામણિપાર્શ્વનાથજિનાલયે ધર્મરાજા પ.પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ. ની દીક્ષા વખતે અંજનશલાકા થયા બાદ સુરતના તમામ જૈન સંઘો તથા સુરત શહેરની આધ્યાત્મિક, આર્થિક બધી રીતે જાહોજહાલી દિન-પ્રતિદિન વધી રહી છે. અમારા શ્રીસંઘમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથજિનાલયે વિ. સં. ૨૦૩૯, વૈશાખ સુદ-૧૦ના પ.પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ., પ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા થઈ ત્યારે રાંદેરોડ ઉપર ૫૦/૬૦
Jain Education Internal
For Private & Personal Use Only
શા
''ww.jainlibrary.org