________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ ૩૨૨
सागारिकप्रच्छादनाय तदावरणात्मिकैवेयमिति, 'संस्ताद्धयं च' शुषिराशुषिरभेदभिन्नं, शुषिरः तृणादिकृतः तदन्यकृतस्त्वशुषिर इति, तथा 'दण्डादिपञ्चकं पुनः', तद्यथा-दण्डको विदण्डकः यष्टिवियष्टिः नालिका चेति, 'मात्रकत्रितयं', तद्यथा-कायिकमात्रकं संज्ञामात्रकं खेलमात्रकमिति, तथा 'पादलेखनिका' वटदिकाष्ठमयी कईमापनयनीति गाथार्थः ।। ८३५ ।।
चम्मतियं पट्टदुगं, नायव्वो मज्झिमो उवहि एसो ।
अज्जाण वारओ पुण, मज्झिमओ होइ अइरित्तो ॥८३६ ॥ वृत्तिः- 'चर्मत्रिकं' वर्धतलिकाकृत्तिरूपं, तथा 'पट्टद्वयं' संस्तारपट्टोत्तरलक्षणं 'ज्ञातव्यः मध्यम उपधिरेष' औपग्रहिकः । 'आर्याणां वारकः पुनः' सागारिकोदकनिमित्तं 'मध्यमोपधावुक्तलक्षणो 'भवत्यतिरिक्तः', नित्यं जनमध्य एव तासां वासादिति गाथार्थः ।। ८३६ ॥
ઓપગ્રહિક મધ્યમ ઉપાધિ કહે છે
વર્ષોત્રાણપંચક=વર્ષાદથી રક્ષણ કરવાનાં પાંચ સાધનો. તે આ પ્રમાણે- (૧) કંબલમય=ઊનનું બનાવેલ. (૨) સૂત્રમય-સૂતરનું બનાવેલ. (૩) સૂચીમય તાડપત્રની સોયોનું બનાવેલ. (૪) કુટશીર્ષક–પલાસપત્રનું બનાવેલ. (૫) છત્ર વાંસનું બનાવેલ. આ પાંચેનું પ્રમાણ લોકમાં પ્રસિદ્ધ છે.
ચિલિમિલિપંચક–પાંચ પ્રકારના પડદા. તે આ પ્રમાણે- (૧) સૂત્રમયસૂતરનો. (૨) ઊર્ણમય=ઊનનો. (૩) વાકમય=બગલાં વગેરેનાં પીછાંનો બનાવેલ. (૪) દંડમય-વાંસ વગેરેનો ગૂંથેલો. (૫) કટમય=વાંસની સાદડી વગેરેનો. આ પાંચનું પ્રમાણ ગચ્છા પ્રમાણે જાણવું, અર્થાત ગચ્છ મોટો હોય તો મોટું અને નાનો હોય તો નાનું પ્રમાણ જાણવું. (સાધુના આહાર વગેરેને) ગૃહસ્થો જોઈ ન શકે, ઈત્યાદિ માટે આડ કરવા પડદાનો ઉપયોગ કરવામાં આવે છે.
સંસ્તારકિ=બે પ્રકારના સંથારા. સુષિર અને અશુષિર એ બે પ્રકારના સંથારા છે. શુષિર પોલાણવાળો, ઘાસ વગેરેનો બનાવેલ. અશુષિર=પોલાણરહિત, લાકડા વગેરેનો બનાવેલ.
દંડાદિપંચક–પાંચ પ્રકારના દાંડા. દંડઃખભા જેટલો લાંબો દંડ. વિદંડ=બગલ જેટલો લાંબો દંડ. યષ્ટિ શરીર જેટલી લાંબી લાકડી. વિયષ્ટિ=વષ્ટિથી ચાર આંગળ ટૂંકી લાકડી. નલિકા=સ્વશરીરથી પણ ચાર આગળ વધારે લાંબી લાકડી.
માત્રકત્રિક ત્રણ પ્રકારની કુંડી. એક પેશાબ કરવાની, એક ઝાડો કરવાની અને એક શ્લેષ્મ નાખવાની એમ ત્રણ કુંડીઓ હોય.
પાદલેખનિકા=પગમાંથી કાદવ દૂર કરવાની વડ વગેરેના લાકડામાંથી બનાવેલી પટ્ટી. ચર્મત્રિક=ચામડામાંથી બનાવેલાં ત્રણ સાધનો. તે આ પ્રમાણેતલિકા=પગના તળિયે બાંધવાનું ચામડાનું તળિયું. વર્ધ=વાધરી, ચામડાની દોરી. તલિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org