________________
રૂ૮૦ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'अर्द्धतृतीया हस्ता दीर्घाणि'-आयतानि षट्त्रिंशदङ्गुलानि 'रुन्दानि' विस्तीर्णानि, 'द्वितीयं' पटलमानं'प्रतिग्रहाद्' भाजनात् स्वशरीराच्च निष्पन्नम्', एतदुभयोचितमिति गाथार्थः ।। ८०६ ।।
શાસ્ત્રમાં કહેલ ભિન્ન ભિન્ન સંખ્યાને આશ્રયીને પડલાની સંખ્યા કહી, હવે તેમનું જ પ્રમાણમાન કહે છે
લાંબા અઢી હાથ અને પહોળા છત્રીસ આગળ (ત્રણવંત) એ પડલાનું માપ છે, અથવા પડલાનું બીજું માપ પાત્ર અને સ્વશરીરને આશ્રયીને છે, અર્થાત્ પાત્રના અને સ્વશરીરની ઊંચાઈજાડાઈના માપ પ્રમાણે પડલા નાના-મોટા રાખવા. [૮૦૬] एतत्प्रयोजनमाह
पुप्फफलोदगरयरेणुसउणपरिहार एयरक्खट्ठा ।
लिंगस्स य संवरणे, वेओदयरक्खणे पडला ॥ ८०७ ॥ वृत्तिः- 'पुष्पफलोदकरजोरेणुशकुनपरिहार:'-काकादिपुरीष: 'एतद्रक्षार्थं, लिङ्गस्य च संवरणे'संरक्षणे स्थगने वेदोदयरक्षणे' स्त्रीपुंवेदोदयरक्षणविषये पटलान्यु'पयोगीनीति गाथार्थः ।। ८०७ ॥
પડલાઓનું પ્રયોજન કહે છે–
નહિ ઢાંકેલા પાત્રમાં પુષ્પ, ફલ, (સચિત્ત) પાણી, રજ (સચિત્તપૃથ્વીકાય), ધૂળ, કાગ વગેરે પક્ષીઓની વિઝા વગેરે પડવાનો સંભવ હોવાથી તે ન પડે એ માટે, પુરુષચિહ્નને ઢાંકવા, તથા સ્ત્રીવેદ અને પુરુષવેદના રક્ષણ માટે (= પુરુષચિહ્ન જોઈને કોઈ સ્ત્રીને સ્ત્રીવેદનો અને પુરુષને પુરુષવેદનો ઉદય ન થાય એ માટે) પડલા રાખવાના છે. [૮૦૭]. रजस्त्राणप्रमाणमाह
माणं तु रयत्ताणे, भाणपमाणेण होइ निष्फन्नं ।
पायाहिणं करिति, मज्झे चउरंगुलं कमइ ॥ ८०८ ॥ वृत्तिः- 'मानं तु 'रजस्त्राणे' रजस्त्राणविषयं 'भाजनप्रमाणेन भवति निष्पन्नं', तच्चैवं वेदितव्यमित्याह-'प्रादक्षिण्यं कुर्वत्' पुष्पकादारभ्य पात्रस्य 'मध्ये' चतुरङ्गल'मिति मुखे चत्वार्यङ्गलानि यावत् 'क्रमति', अधिकं तिष्ठतीति गाथार्थः ॥ ८०८ ॥
રજસ્ત્રાણનું પ્રમાણ કહે છેરજસ્ત્રાણનું પ્રમાણ પાત્રના માપ પ્રમાણે છે. તે આ પ્રમાણે
પાત્રને બહારથી ચારે બાજુ વીંટતાં પાત્રની અંદર કાંઠાથી ચાર આંગળ સુધી રહે તેટલું રાખવું. [૮૦૮]
૧. પૂર્વકાળે ચોલપટ્ટો ટૂંકો, કંદોરાવિના કોણીથી દબાવીને કારણે જ્યારે પહેરવામાં આવતો, ત્યારે ગોચરી જતાં સાધુને પડલાથી લજ્જાનું
રક્ષણ થતું. વર્તમાનમાં વસતિમાં જ રહેવાનું હોવાથી ચોલપટ્ટો કાયમ પહેરી રાખવામાં આવે છે. આથી પડલા પણ પાત્રને ઢાંકવા પૂરતા ટૂંકા વપરાય છે. (ધ. સં. ભાષાં.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org