________________
૬૮૦ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते શરીરને સમાધિ રહે તે માટે યત્ન કરવો એમ કહે છે
ધર્મધ્યાન વગેરે શુભધ્યાનથી ધર્મ થાય છે. પણ શુભધ્યાન આપણા જેવાને મોટાભાગે દેહસમાધિથી થાય, તેથી ધર્મને બાધા ન થાય તે રીતે શરીરની સમાધિ માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. [૧૬૭૪ અન્યથા (= શરીર સમાધિ માટે યત્ન કરવામાં ન આવે તો) સર્વ જઘન્ય સંઘયણમાં દુર્બલ મનવાળા જીવને દેહની અસમાધિ થતાં શુભધ્યાન ક્યાંથી હોય? ન જ હોય. [૧૬૭૫] શુભધ્યાનના અભાવમાં દેહની અસમાધિવાળા તેની તેવા પ્રકારના આત્મપરિણામ રૂપ લેશ્યા પણ નિયમા અશુભ થાય. અશુભલેશ્યાથી જન્માંતરમાં પણ અશુભલેશ્યાવાળા જીવોમાં ઉત્પત્તિ થાય. આથી મહાન અનર્થ થાય. [૧૬૭૬]
तम्हा उ सुहं झाणं, पच्चक्खाणिस्स सव्वजत्तेणं ।।
संपाडेअव्वं खलु, गीअत्थेणं सुआणाए ॥ १६७७ ॥ वृत्तिः- यस्मादेवं 'तस्मात् शुभमेव ध्यानं प्रत्याख्यानिनः सर्वयत्नेन' कवचज्ञातात् 'सम्पादयितव्यं खलु' नियोगतः 'गीतार्थेन श्रुताज्ञया' साधुनेति गाथार्थः ॥ १६७७ ॥
તેથી ગીતાર્થ સાધુએ શાસ્ત્રાજ્ઞાથી (અનશનના) પચ્ચખાણવાળા સાધુને કવચના દૃષ્ટાંતથી સર્વ પ્રયત્નોથી અવશ્ય શુભ જ ધ્યાન કરાવવું જોઈએ, (અર્થાત્ અનશનીને અશુભધ્યાન ન થાય તેની ગીતાર્થોએ કાળજી રાખવી જોઈએ.) [૧૬૭૭].
सो च्चिअ अप्पडिबद्धो, दुल्लहलंभस्स विरड्भावस्स ।
अप्परिवडणत्थं चिअ, तं तं चिटुं करावेइ ॥ १६७८ ॥ वृत्तिः- 'सोऽपि च' प्रत्याख्यानी 'अप्रतिबद्धः' सर्वत्र 'दुर्लभलाभस्य' दुर्लभप्राप्तेः 'विरतिभावस्य' चारित्रस्य 'अप्रतिपतनार्थमेव' चाज्ञापरतन्त्रः सन् 'तां तां चेष्टां कारयति'कवचादिरूपामिति गाथार्थः ॥ १६७८ ।।
तहवि तया अद्दीणो, जिणवरवयणमि जायबहुमाणो ।
संसाराओं विरत्तो, जिणेहिं आराहओ भणिओ ॥१६७९॥ वृत्तिः- 'तथापि तदा अदीनः' सन् भावेन 'जिनवरवचने जातबहुमानः'-वचनैकनिष्ठः सन् 'संसाराद्विरक्तः'-संविग्नो 'जिनैराराधको भणितः' परमार्थत इति गाथार्थः ।। १६७९ ॥
સર્વત્ર અપ્રતિબદ્ધ અનશની પણ દુર્લભ ચારિત્રનો નાશ ન થાય એ માટે જ આજ્ઞાપરતંત્ર બનીને કવચાદિરૂપ તે તે ક્રિયા બીજાઓ પાસે કરાવે.
(ભાવાર્થ- પોતાને સમાધિ રહે તે માટે જરૂર પડે તો શરીર દબાવવું વગેરે શારીરિક ક્રિયાઓ
૧. જેમ શરીરે કવચ ધારણ કરનાર શત્રુ વગેરેથી પોતાનું રક્ષણ કરી શકે છે, તેમ શુભધ્યાનવાળો જીવ રાગાદિ દોષોથી આત્માનું
રક્ષણ કરી શકે છે. આથી શુભધ્યાન કવચ સમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org