SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વિશેષથી 'ત્યાગ કરે તો આરાધનાને પામે છે. [૧૬ ૨૭] સંકૂલિષ્ટ ભાવના કાંદર્પ, કૅલ્બિષિકી, આભિયોગિકી, આસુરી અને સંમોહિની એમ પાંચ પ્રકારની કહી છે. કંદર્પ સંબંધી ભાવના તે કાંદર્પ ભાવના. એમ સર્વ શબ્દોમાં વ્યુત્પત્તિ કરવી. ભાવના એટલે તે તે સ્વભાવનો અભ્યાસ. [૧૬૨૮] જે વ્યવહારનયથી સાધુ હોવાછતાં કોઈ પણ રીતે ભાવમંદતાથી આ અપ્રશસ્ત ભાવનાઓમાં વર્તે છે તેતેવા પ્રકારના=કંદર્પવગેરે પ્રકારનાદેવીમાં ઉત્પન્ન થાય છે. જે સર્વથા (નિશ્ચયનય અને વ્યવહારનયએમબંને નયોની અપેક્ષાએ) ચારિત્રની સત્તાથી રહિત છે, અથવાજેદ્રવ્યચારિત્રથી રહિત છે, તે કંદર્પવગેરે દેવોમાં ઉત્પન્ન થાય કે ન પણ થાય. (તિર્યંચ વગેરે ગતિમાં પણ ઉત્પન્ન થાય.) [૧૬૨૯] તત્ર कंदप्पे कुक्कुइए, दवसीले आवि हासणपरे अ । विम्हावंतो अ परं, कंदप्पं भावणं कुणइ ।। १६३० ॥ परिदारगाहा । वृत्तिः- 'कन्दर्पवान्' कन्दर्पः, एवं 'कौकुच्यः' द्रुत दर्पशीलश्चापि हासकरश्च' तथा 'विस्मापयंश्च परान् कान्दी भावनां करोतीति' गाथार्थः ॥ १६३० ॥ कहकहकहस्स हसणं, कंदप्पो अणिहुआ य संलावा । कंदप्पकहाकहणं, कंदप्पुवएस संसा य ॥ १६३१ ।। दारं ।। वृत्तिः- कन्दर्पवान् कान्दी भावनां करोतीत्युक्तं,स च यस्य 'कहकहकहस्ये 'ति, ‘सुपां સુપ ભવન્તી'તિ તૃતીયાથું પછી, દહેન હસન', અટ્ટહાસ ત્યર્થ:, તથા <:'परिहास: स्वानुरूपेण, अनिभृताश्च 'संलापाः', गुर्वादिनापि निष्ठुरवक्रोक्त्यादयः तथा 'कन्दर्पकथाकथनं'-कामकथाग्रहः तथा 'कन्दर्पोपदेशो'-विधानद्वारेण एवं कुर्विति, 'शंसा च'-प्रशंसा च कन्दर्पविषया यस्य स कन्दर्पवान् ज्ञेय इति गाथार्थः ॥ १६३१ ॥ (કાંદપ ભાવનાના પાંચ પ્રકાર કહે છે...) અહીં કંદર્પ એટલે કંદર્પવાળો. કૌકુચ્ય એટલે કૌકુચ્યવાળો. કંદર્પવાળો (= કંદર્પ કરનાર), કૌમુશ્કવાળો, તદર્પશીલ, હાસ્યકર અને બીજાઓને વિસ્મય પમાડતો જીવ કાંદર્પ ભાવના કરે છે. [૧૬૩૦] કંદર્પવાળો કાંદર્પભાવના કરે છે એમ કહ્યું. (આથી કંદર્પવાળો કોને કહેવાય તે કહે છે.) મુખ વિકૃત કરીને મોટા અવાજથી હસવું, અર્થાત્ અટ્ટહાસ્ય કરવું, પોતાના સરખા સાથે મશ્કરી કરવી, ગુરુ વગેરેને પણ કઠોર અને વક્ર વગેરે વચનો કહેવાં, કામને લગતી વાતો-કથાઓ કહેવી, આમ આમ કર એમ વિધાનદ્વારા કામનો ઉપદેશ આપવો, કામસંબંધી પ્રશંસા કરવી-(આ સર્વ કંદર્પ છે, આથી) આ સર્વ જેને છે=આ સર્વ જે કરે છે તેને કંદર્પવાળો જાણવો. [૧૬૩૧] ૧. સંકલિષ્ટ ભાવનાઓનો ત્યાગ દરેક સાધુએ કરવો જોઈએ, પણ અનશનીએ તો વિશેષથી = ખાસ કરવો જોઈએ. ૨. બુ. ક, ભા. ગા. ૧૨૯૩ વગેરેમાં અને ધર્મસંગ્રહ ભા. ૨ સંલેખના અધિકારમાં આ પાંચ ભાવનાઓનું વિસ્તૃત વર્ણન છે. ૩. અહીં ધર્મસંગ્રહમાં દ્રતશીલ એવો શબ્દ છે, બુ. ક. માં. દ્રવશીલ એવો શબ્દ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy