SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्ति: - 'धृतिबलनिबद्धकक्षः ' सन् 'कर्म्मजयार्थमुद्यतो मतिमाने 'ष 'सर्वत्राविषादी' ભાવે નોપસર્નસો દૃઢમ્'-અત્યર્થ ‘મવતીતિ ગાથાર્થ: ॥ ૧૪૦૬ || બલભાવનાને કહે છે— આ પ્રમાણે એકત્વભાવનાથી યુક્ત બનેલા તે મહાત્મા કાયોત્સર્ગ રૂપ (= કાયોત્સર્ગ કરવાના સામર્થ્યરૂપ) શારીરિક અને ધૃતિરૂપ માનસિક એ બંને બળનો અભ્યાસ કરે. [૧૪૦૬] તે સાધુ મોટા ભાગે કાયોત્સર્ગમાં ૨હે, આ કાયોત્સર્ગ કરવાનું સામર્થ્ય કાયોત્સર્ગના અભ્યાસના બળે પ્રગટે છે. કાયોત્સર્ગ કરવાનું બળ આત્મામાં હોવા છતાં કાયોત્સર્ગના અભ્યાસથી હમણાં તે બળ પ્રગટે છે, ભાર ઉપાડવાનું બળ હોવા છતાં ભાર ઉપાડવાનો અભ્યાસ કરવામાં આવે તો ભાર ઉપાડવાનું સામર્થ્ય પ્રગટે છે તેમ. (આત્મામાં રહેલું પણ બળ અભ્યાસ વિના પ્રગટ થતું નથી. માટે બળને પ્રગટાવવાનો અભ્યાસ કરવો જરૂરી છે.) [૧૪૦૭] તથા તે સાધુ સદા શુભભાવમાં ૨હે છે. આથી સદા શુભભાવ ૨હે એ માટે તેણે શુભભાવમાં સ્થિરતારૂપ ધીરજ રાખવી જોઈએ, (લોભીને) નિધાન વગેરેનો લાભ થવાનો હોય ત્યારે ઈષ્ટની સિદ્ધિ થતી હોવાથી ધીરજ રહે છે તેમ. [૧૪૦૮] ધૃતિ અને બળથી કેડ બાંધીને કર્મજય માટે તૈયાર થયેલ આ જ્ઞાની સાધુ સર્વસ્થળે વિષાદ પામ્યા વિના ભાવથી દૃઢતાપૂર્વક ઉપસર્ગોને સહન કરી શકે છે. [૧૪૦૯] चरमभावनामभिधाय विशेषमाह सव्वासु भावणासुं, एसो य विही उ होइ ओहेणं । एत्थं चसद्दगहिओ तयंतरं चेव केइति ॥ १४१० ॥ વૃત્તિ:- ‘સર્વાસુ માવનામુ’ અનન્તરોવિતાસુ ‘ષ = વિધિસ્તુ' વક્ષ્યમાળો ‘મવત્યોપેન, अत्र चशब्दगृहीतो' द्वारगाथायां 'तदन्तरं' विध्यन्तरं 'एव केचने 'ति गाथार्थः ॥ १४१० ॥ છેલ્લી ભાવનાને કહીને વિશેષ કહે છે— હમણાં જ કહેલી બધી ભાવનાઓમાં સામાન્યથી આ (હવે કહેવાશે તે) વિધિ છે. અહીં (૧૩૭૧મી) દ્વારગાથામાં 7 શબ્દથી જણાવેલ વિધિ બીજો જ છે એમ કોઈક કહે છે. [૧૪૧૦] जिणकप्पिअपडिरूवी, गच्छे ठिअ कुणइ दुविह परिकम्मं । आहारोवहिमाइसु, ताहे पडिवज्जई कप्पं ॥ १४११ ॥ વૃત્તિ:- ‘બિન પ્રિતિરૂપી’-તત્ક્ષદશો ‘'પચ્છ' વ્ ‘સ્થિતઃ' સન્ ‘રોતિ દ્વિવિધ परिकर्म्म' बाह्यमान्तरं च 'आहारोपध्यादिषु' विषयेषु 'ततस्त'त्कृत्वा 'प्रतिपद्यते कल्पमि 'ति થાર્થ: || ૧૪ || જિનકલ્પિક સમાન તે મહાત્મા ગચ્છમાં જ રહીને આહાર અને ઉપધિ વગેરેમાં બાહ્ય અને અત્યંતર એ બે પ્રકારનું પરિકર્મ કરે છે, પછી (ઈષ્ટ) કલ્પનો સ્વીકાર કરે છે. [૧૪૧૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy