SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद આ જ વિષયને વિસ્તારથી કહે છે— ૧૧૨૬મી ગાથામાં જણાવેલ “જિનબિંબની પ્રતિષ્ઠાના ભાવ'થી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યના વિપાકના પ્રભાવથી પોતાનું જ સદા દેવલોક આદિ સુગતિમાં નિરવદ્ય સ્થાપન થાય છે, અર્થાત્ જિનબિંબની પ્રતિષ્ઠાની ભાવના ભાવનાર જીવ એ ભાવનાથી બંધાયેલા પુણ્યાનુબંધી પુણ્યકર્મના ઉદયથી મોક્ષમાં ન જાય ત્યાં સુધી દેવલોક કે મનુષ્યલોકમાં ઉત્પન્ન થાય છે. (પ્રશ્ન- નિરવદ્ય સ્થાપન થાય છે, તેમાં નિરવઘ એટલે શું ? ઉત્તર- દેવલોક કે મનુષ્યલોકમાં જન્મેલો એ જીવ સર્વથા દોષોથી રહિત નથી. તેનામાં રાગાદિ દોષો રહેલા છે. પણ એ રાગાદિ દોષો એવા નબળા હોય છે કે જેથી તેનો અનુબંધ ચાલતો નથી, અર્થાત્ તેનાથી ભવિષ્યમાં દોષો વધે એવો કર્મબંધ થતો નથી. દા.ત. ક્રોધ આવી ગયો. પણ તે ક્રોધથી તેવાં કર્મો (અનુબંધ) નહિ બંધાય કે જેથી ભવિષ્યમાં તેનો ક્રોધ વધે. એ પ્રમાણે રાગાદિ દોષો વિષે પણ સમજવું. આનું કારણ એ છે કે એનામાં એ દોષો પ્રત્યે હેયબુદ્ધિ=ત્યાજય બુદ્ધિ રહેલી છે. આથી એ દોષોના સેવન વખતે તેમાં રસ હોતો નથી. આવા જીવના વર્તમાન કાલીન દોષોથી ભવિષ્યમાં દોષોની વૃદ્ધિ ન થતી હોવાથી એ જીવની દેવલોકાદિમાં 'ઉત્પત્તિ નિરવઘ કહેવાય.) [૧૧૫૭] तत्थवि अ साहुदंसणभावज्जिअकम्मओ उ गुणरागो । काले अ साहुदंसण, जहक्कमेणं गुणकरं तु ॥ ११५८ ॥ વૃત્તિ:- ‘તાપિ ' સુતી ‘સાધુવર્ણનમાનિતજ્યંળસ્તુ' સાદ્ ‘મુળરો' મતિ, ‘જાતે હૈં મધુવર્ણન' ગાયતે ‘યથામેળ મુળર' તત વ્રુતિ ગાથાર્થ: ॥ ૨૯૮ II (સાધુદર્શનની ભાવનાનું ફળ કહે છે—) ૧૧૨૭મી ગાથામાં જણાવેલ સાધુદર્શનના ભાવ'થી ઉપાર્જિત કર્મથી (તત્ત્વવિય =) સુગતિમાં પણ સ્વાભાવિક ગુણાનુરાગ હોય છે, અને અવસરે સાધુનાં દર્શન થાય છે. સાધુનું દર્શન ગુણાનુરાગના કારણે જ ક્રમશઃ ગુણો કરવાના સ્વભાવવાળું છે, અર્થાત્ સાધુનાં દર્શનથી તેના આત્મામાં ગુણાનુરાગના કારણે જ ક્રમશઃ નવા નવા ગુણો પ્રગટે છે. [૧૧૫૮] पडिबुज्झिस्संतऽणे, भावज्जिअकम्मओ उ पडिवत्ती । भावचरणस्स जायइ, एअं चिअ संजमो सुद्धो ॥। ११५९ ॥ वृत्तिः- ‘प्रतिभोत्स्यन्तेऽन्ये' प्राणिन इति 'भावाज्जितकर्मणस्तु' सकाशात् 'प्रतिपत्ति: ભાવ-ચરાસ્ય' મોક્ષે દેતો નયિતે, તદેવ' માવચરાં ‘પંચમ: શુદ્ધ' કૃતિ થાર્થઃ ॥ ૧૫૬ ॥ ૧. અનયં-નિરવનું તત્કાલીનોપાપિયોષાનોષરત્નાત્ । પંચા. ૭ ગા. ૪૫. ૨. ૧૧૫૭ થી ૧૧૫૯ એ ત્રણ ગાથાઓ પંચા. ૭ માં અનુક્રમે ૪૫ થી ૪૭ છે. 3. पूर्वकाले गुणराग आसीदेवेत्यपिशब्दार्थः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy