________________
૪૦૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
અતિચારને ખપાવવાનો ઉપાય કહે છે
ફલિષ્ટ અધ્યવસાયની તુલ્ય અથવા કુલિષ્ટ અધ્યવસાયથી અધિક શુભ અધ્યવસાય પ્રાયઃ અતિચારના નાશનો ઉપાય છે. અર્થાત જેટલા પ્રમાણના અશુભ અધ્યવસાયથી અતિચારનું સેવન થયું હોય તેના જેટલા અથવા તેનાથી અધિક પ્રમાણમાં શુભ અધ્યવસાય થાય તો પ્રાયઃ અતિચારનો નાશ થાય છે. તેવા (તુલ્ય કે અધિક) અધ્યવસાય વિના માત્ર આલોચનાથી અતિચારનો ક્ષય ન થાય. કારણ કે બ્રાહ્મી વગેરેએ પણ સામાન્યથી (પ્રતિક્રમણમાં) માત્ર આલોચના તો કરી જ હતી.
પ્રશ્ન- અહીં તુલ્ય કે અધિક શુભાધ્યવસાય પ્રાયઃ અતિચારના નાશનો ઉપાય છે એમ ‘પ્રાયઃ” શા માટે કહ્યું ?
ઉત્તર- કોઈ જીવ વિશેષ માટે એવું પણ બને કે તેવા શુભ અધ્યવસાય વિના પણ એની મેળે અકામનિર્જરા વગેરેથી અતિચારનો ક્ષય થઈ જાય, માટે “પ્રાય' કહ્યું છે. [૮૬૯].
एव पमत्ताणंपि हु, पइअइआरं विवक्खहेऊणं । __आसेवणे ण दोसोत्ति धम्मचरणं जहाऽभिहिअं ॥८७० ॥
वृत्तिः- ‘एवं प्रमत्तानामपि' साधूनां 'प्रत्यतिचारम्' अतिचारं अतिचारं प्रति 'विपक्षहेतूनां'-यथोक्ताध्यवसानानां 'आसेवने' सति 'न दोषः', अतिचारक्षयात्, इत्येवं 'धर्माचरणं यथाभिहितं' शुद्धत्वात् मोक्षस्य हेतुरिति गाथार्थः ॥ ८७० ॥
એ પ્રમાણે પ્રમત્ત સાધુઓના પણ પ્રત્યેક અતિચારે તુલ્ય કે અધિક શુભ અધ્યવસાયનું સેવન થાય તો અતિચારોનો ક્ષય થવાથી દોષ ન રહે. આમ થાય તો જિનેશ્વરોએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે ધર્માચરણ થાય, અને એ ધર્માચરણ શુદ્ધ હોવાથી મોક્ષનું કારણ બને. [૮૭૦]. अत्रैवैदंपर्यमाह
सम्मं कयपडिआरं, बहुअंपि विसं न मारए जह उ ।
थेवंपि अ विवरीअं, मारि एसोवमा एत्थ ॥ ८७१ ॥ वृत्तिः-'सम्यकृतप्रतीकारम'गदमन्त्रादिना बह्वपि विषंनमारयति यथा' भक्षितं सत्, स्तोकमपि च विपरीतम्' अकृतप्रतीकारं मारयति एषोपमा अत्र'-अतिचारविचार इति गाथार्थः ।। ८७१ ॥
અહીં જ રહસ્ય કહે છે
વિષ ઘણું ખાધું હોવા છતાં જો ઔષધ, મંત્ર વગેરેથી તેનો પ્રતિકાર કરવામાં આવે તો મારતું નથી, અને વિષે થોડું જ ખાધું હોવા છતાં તેનો પ્રતિકાર ન કરવામાં આવે તો મારે છે. અતિચારની વિચારણામાં પણ આ જ ઉપમા છે, અર્થાત્ મોટો પણ અતિચાર સેવવા છતાં જો આલોચનાપ્રાયશ્ચિત્ત વગેરેથી પ્રતિકાર કરવામાં આવે તો તેનું કટુફળ ન મળે, અને નાનો જ અતિચાર સેવવા છતાં તેનો પ્રતિકાર (પ્રાયશ્ચિત્ત) કરવામાં ન આવે તો તેનું ભયંકર કહુફળ મળે. [૮૭૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org